સાવધાન!:2022માં પ્રથમવાર આણંદના ચાર વિસ્તારમાં ઘરોને કોવિડ-19 અંતર્ગત કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં કોરોના સંક્રમણ વધ્યું : ચાર મહિના બાદ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી શરૂ
  • શહેરમાં ફરી ત્રીજી લહેર જેવા ફોગિંગ અને પ્રતિબંધિત વિસ્તારના બેનરો જોવા મળતાં પરિસ્થિતિ વણસે તે પૂર્વે સાવચેતી જરૂરી
  • ફરી કપરા દિવસો આવવાના એંધાણ

આણંદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ હોય તેમ ચાર મહીના બાદ આજે આણંદ શહેરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે આણંદ શહેરના ચાર વિસ્તારના ઘરોને કોવિડ અંતર્ગત કન્ટેનમેન્ટ ( પ્રતિબંધિત) ઝોન જાહેર કર્યા છે. જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિવિધ કાયદાની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર થશે તેમ આરોગ્યના સુત્રોએ જણાવ્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોનાની ચોથી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ ફક્ત આણંદ શહેરમાં કોરોના કેસો વધી રહ્યા છે. કારણ કે શહેરમાં બજારમાં ભીડ અને નગરજનો માસ્ક પહેર્યા વિના બિન્દાસ જોવા મળે છે. કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અન્વયે કોરોના વાયરસ કોવિડ - 19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે જાહેરનામાથી સુચના બહાર પાડવામાં આવી છે.

ત્યારે વાયરસના આ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સુરક્ષા બાબતે તકેદારીના પગલાં રૂપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.વાય. દક્ષિણીએ આણંદ શહેરના 14 - એ, ક્રિષ્ના બંગ્લોઝ, ૩- રાધેશ્યામ પાર્ટી પ્લોટની પાસે, આણંદ સહિત શ્રીજી સોસાયટી પાસે, ઠક્કર વાડીની પાછળ, ગોપી સિનેમા, આણંદ, શાલીગ્રામ, વિનુકાકા માર્ગ, આણંદ અને ૯- એ, વૈકુંઠ તેમજ સાગર સોસાયટી, સીપી કોમર્સ કોલેજ પાસે, આણંદ ખાતેના દરેક વિસ્તારમાં એક ઘર તા.18મી જુલાઇ સુધી નિયંત્રિત વિસ્તાર કોવિડ -19ના કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા છે.

આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતો વખતની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ કન્ટેનમેન્ટ ઝોન સાત દિવસ અથવા કોરોનાગ્રસ્ત દર્દી વધારે સમય સંક્રમિત રહે તો જેટલા દિવસ સંક્રમિત હોય તેટલા દિવસ અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર જવર કરી શકશે. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિવિધ કાયદાની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર થશે આમ, આરોગ્ય વિભાગ દ્વારા ચાર મહીના બાદ આણંદ શહેરના ચાર મકાનો કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા હોવાથી શહેરીજનોમાં ભય ફેલાયો છે.

આણંદ જિલ્લામાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ
આણંદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.જેમાં કોરોનાના ગુરૂવારે વધુ 5 કેસ નોંધાયા છે. આમ આણંદ શહેરમાં છેલ્લા 28 દિવસમાં 105 કેસ નોંધાયા હોવાથી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હતી. હાલમાં 28 એક્ટિવ કેસ છે. જેમાંથી કુલ 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ત્યાર બાદ કુલ 26 જેટલા દર્દીઓ હોમ આઈશોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 4800થી વધુ વેક્સિન મુકવામાં આવી હોવાનુ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...