તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:15 દિ’માં 2 હજાર મુસાફરો સ્ટેચ્યૂની મુલાકાતે ગયા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ડેપો દ્વારા કરમસદથી કેવડીયાની સીધી બસ સેવા શરૂ કરવામાં આવી

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ચરોતરપંથકના રહેવાસીઓ માટે આણંદ એસ.ટી.ડેપોએ ખાસ બસ સેવા શરૂ કરી છે. કરમસદથી કેવડિયા સુધી શરૂ કરાયેલી બસ સેવાનો 15 દિવસમાં 2 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે રાજ્યભરમાંથી અને દેશમાંથી લાખો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે આણંદ, નડિયાદ, કરમસદ, વિદ્યાનગર સહિત ચરોતરવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે આણંદ એસ. ટી. ડેપોએ નવી 2 એસટી બસ શરુ કરી છે .

કરમસદથી સવારે 5:30 કલાકે ઉપડતી બસ 9.50 કલાકે કેવડિયા પહોંચે છે. વળતા રૂટમાં બપારે 1:25 કલાકે કેવડીયાથી કરમસદ માટે રવાના થાય છે. બીજી બસ બપોરે 2:40 કલાકે કરમસદ,આણંદથી ઉપડી કેવડિયા પહોંચે છે. જે બસ રાત્રે 8:30 કલાકે કેવડિયાથી કરમસદ માટે રવાના થાય છે.

કરમસદથી બસ ઉપડીને આણંદ, વડોદરા, ડભોઇ થઈને કેવડિયા પહોંચશે
આણંદ એસ.ટી ડેપોના મેનેજર અેસ.અે. પાંડેએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે નવી એસટી બસ સેવા શરૂ કરી છે. જે આણંદથી ઉપડીને કરમસદ અને વાસદ, વડોદરા, ડભોઇ, રાજપીપળા થઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચે છે. દિવસમાં આવી બે ટ્રીપ છે.

અન્ય સમાચારો પણ છે...