તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાતોમાં રોજબરોજ નવી ગ્રામ પંચાયતો ઉમેરાતી જાય છે.કોરોના સંક્રમણ સતત વધતું હોઈ લોકમાનસ હલબલી ઉઠ્યું છે.આજે ડાકોર નડિયાદ રોડ ઉપર આવેલ ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
ડાકોર નડિયાદ રોડ ઉપર આવેલ લીંગડા ગામની ચોકડી ઉપર વ્યાપાર ધંધા વિકસેલ છે.ગામમાં લોક અવરજવર પણ મોટપાયે રહે છે.છેલ્લા કેટલાક દિવસોથી શંકાસ્પદ કોરોના કેસો ગામમાં થતા પંચાયત સરપંચ , સભ્યો અને ગામ આગેવાનોની મીટિંગમાં કોરોનાને નાથવા અસરકારક પગલાં ભરવા નિર્ણય લેવાયો હતો. જેમાં પ્રાથમિક તબક્કે સ્વૈચ્છિક લોકડાઉન લાદવાની નક્કી કરાયું હતું.જે મુજબ આજથી જ સ્વૈચ્છીક લોકડાઉન ની અસર તળે ગામની બપોરના સમયે દુકાનો બંધ રહી હતી.અને ગામમાં લોક અવરજવર પણ નહિવત જોવા મળી હતી.
લીંગડા ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ દુકાનદાર તથા લારીઓ વાળાને જાણ કરાઈ છે કે તાજેતર માં કોરોના વાયરસ ફેલાવવાના અનુસંધાને લીંગડા ગામે કોમ્પલેક્ષ તથા હોટલો, ખાણીપીણી ના સ્થળો, તથા પાનના ગલ્લા, શાકભાજી ની લારીઓ તથા ઠંડા પીણા આઈસ્કીમ વીગેરીની દુકાનો માં કોરોના વાયરસ (CovID -19) ને ફેલાતો અટકાવા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
મહત્વનું છે કે લીંગડા ગામે તારીખ 4/4/2021 થી 10/4/2021 સુધી સવારે 7:00 કલાકથી બપોરના 12:00 કલાક સુધી તથા સાંજના 5:00 કલાક થી 9:00 સુધી દુકાનો ચાલુ રાખી શકાશે. તથા બપોરના 12:00 કલાક થી સાંજના 5:00 કલાક સુધી સદંતર બંધ કરવા માટે લીંગડા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાની તા.10/4/2021 સાંજના 9:00 કલ્લાક સુધી અમલવારી કરવાની રહેશે, તથા તારીખ 4/4/2021 થી તેની અમલવારી કરવા માટે સુચના આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને કોવીડની પરિસ્થિીને ધ્યાને રાખીને સાથ અને સહકાર આપવા આપ સર્વને નમ્ર વિનંતી કરવામાં આવી છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.