તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ હાઇવે નં 48 પર વાસદ ટોલ નાક પર 1 લી જાન્યુઆરીથી ફરજીયાત ફાસ્ટટેગ અમલ કરવામાં આવનાર છે.જેમાં ફાસ્ટટેગ લગાવનાર નાના મોટા તમામ વાહનો પાસેથી પૂરેપૂરો ટોલ ટેક્ષ વસુલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.જેન કારણે વિદ્યાનગર- આણંદ ટ્રાન્સપોર્ટ એશોસિએશન અને ટ્રક માલિકો રોષ જોવા મળે છે.ને.હા.48 પર જે તે સમયે ટોલ નાક શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારે પણ 20 કિમી ત્રિજયામાં આવતાં ગામોના લોકો અને વાહનચાલકોએ હોબાળો મચાવ્યો હતો.
જેથી 2011માં ભારત સરકારે ગેજેટ બહારપાડીને સર્વિસ રોડની વ્યવસ્થા ન હોય ત્યાં ટોલ ટેક્ષમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી.સરકાર દ્વારા સ્થાનિક લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ છે. જેથી ટ્રાન્સપોર્ટ એસોશિએશને વાસદ પાસે સર્વિસ રોડ આપવા અથવા તો અડધો ટોલ વસુલવાની માંગ કરી છે.
2011માં કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન ખાતા સાથે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ,ન્યુ દિલ્હી દ્વારા ટોલ નાક પર ટોલ ટેક્ષ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યુ હતું. તે એગ્રીમેન્ટના આધારે 12-01.2011માં ગેજેટ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે પર ટોલ વસુલવામાં આવી રહ્યો છે.તેવા ને.હા પર જે તે જિલ્લાના સ્થાનિક વાહનચાલકો માટે કોઇ સર્વિસ રોડ કે વૈકલ્પિ માર્ગ ન હોય તેવા ટોલ નાકા પર 20 કિમી ત્રિજ્યા આવતાં ગામોના વાહનચાલકો પાસેથી અડધો ટોલ વસુલવા નક્કી થયું હતું. આમ જે તે સમયના ગેજેટેને ધ્યાને લીધા સિવાય ફાસ્ટટેગના નામે વાહનચાલકો પાસે પુરો ટોલટેક્ષ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તેની સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી વિદ્યાનગર-આણંદ ટ્રાન્સપોર્ટ એશોસિએશન દ્વારા વાસદ ટોલ નાકા પાસે કાયમી સર્વિસ રોડ આપાવા અને જો તેની વ્યવસ્થા ન થાય તો સ્થાનિક વાહનચાલકો પાસે અડધો ટેક્ષ વસુલવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
વિદ્યાનગર-આણંદ ટ્રાન્સપોર્ટ એશોસિએશન દ્વારા ફાસ્ટટેગ અમલી નામે પુરેપુરો ટોલ વસુલવામાં આવનાર છે. જે અયોગ્ય છે. સર્વિસ રોડની વ્યવસ્થા નથી.ત્યારે અડધો ટોલ વસુલવાની માંગ સાથે કલેકટર અને ટોલ નાકા મેનેજરને આવેદનપત્ર આપીને સરકાર ગેજેટ મુજબ રાહત આપવાની માંગ એશોસિએશનના પ્રમુખ મદનલાલ જૈન,ઉપપ્રમુખ વેલજીભાઇ ભરવાડ,બાબુભાઇ મીર,શૈલેષ રાવત સહિતના આગેવાનોએ રજૂઆત કરીહતી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.