ખંભાત તાલુકામાં નવા વર્ષે પ્રથમ સંકલન બેઠક આજરોજ મામલતદાર કચેરી ખાતે યોજાઇ હતી જેમાં ખંભાતના નવનિયુક્ત ધારાસભ્ય ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખંભાત તાલુકાના પાયાના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પ્રાંત અધિકારી નિરૂપાબેન ગઢવીના અધ્યક્ષતામા સંકલન ની બેઠક યોજાઇ હતી. જેમાં તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સંકલનની બેઠકમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા કનેવાલ તળાવમાંથી ખંભાતને કેટલું પીવાનું પાણી આપવામાં આવે છે કેટલા ફોર્સથી આપવામાં આવે છે અને ખંભાત કનેવાલ લાઈનમાં કેટલા પંચર છે. જેને લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેઓ દ્વારા એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોની પડતી હાલાકી અંગે રજુવાત કરી હતી જેમાં બીપીએલ કાર્ડ ધારકોને કેરોસીન બંધ કરી ઉજવલા યોજનામાં ગેસના બાટલા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બીપીએલ ધારકોને કેરોસીન બંધ થઈ ગયું છે
બીજી તરફ બાટલા પણ નથી મળી રહ્યા જેને લઇ તાત્કાલિક ધોરણે તેઓને બાટલા ફાળવા તાકીદ કરવામાં આવી હતી,એ પી એલ કાર્ડ ધારકોના અનાજ બંધ થઈ ગયા છે જેઓને તાત્કાલિક ધોરણે અનાજ મળતું થાય તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતુ,બીજી તરફ પોલીસ તંત્રને આગામી દિવસોમાં ઉતરાયણ ના તહેવારને પર્વને લઈ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તેમ જ કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે સંદર્ભે માહિતગાર કર્યા હતા નગરપાલિકા ચીફ ઓફિસરને નિરાધાર તેમજ ગરીબ લોકો માટે ઠંડીમાં કોઈ આશરો ના હોય તેઓ માટે હંગામી ધોરણે રેન બસેરા બનાવા જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.