તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફફડાટ:પેટલાદના મહેળાવમાં કોરોના શંકાસ્પદોના મોતના પગલે તાત્કાલિક સ્વૈચ્છિક બંધ જાહેર કરાયું

આણંદ3 મહિનો પહેલા
  • આઠ દિવસ સુધી બપોરના 2 બાદ બજારો બંધ રાખવા સુચના
  • ગામમાં 20 જેટલા કોરોના એક્ટિવ કેસથી ફફડાટ ફેલાયો

આણંદમાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ ઘાતક બની રહી છે. ગ્રામ પંચાયતોમાં લગ્ન સિઝનમાં બેફિકરાઈ દાખવતા કોરોના સંક્રમણ સ્થિતિ સ્ફોટક બની છે. આ સ્થિતિને કાબુમાં કરવા ગ્રામ પંચાયતો દ્વારા સ્વૈચ્છિક બંધનો સહારો લેવામાં આવી રહ્યો છે. પેટલાદના મહેળાવ ગામમાં બે શંકાસ્પદ મોતથી હળભળી ઉઠેલ ગ્રામ પંચાયત દ્વારા અગ્રણી નાગરિકો અને આગોવાનો સાથે ચર્ચા કરી તાત્કાલિક સ્વૈચ્છિક બંધની જાહેરાત કરવામાં આવી છે. આઠ દિવસ બંધ દરમિયાન કોરોના કાબુમાં આવે તેવી આશા સરપંચ સેવી રહ્યાં છે.

24 કલાક દમરિયાન બે મોત બાદ ગામમાં પણ ફફડાટ

પેટલાદ તાલુકાના મહેળાવ ગામમાં છેલ્લા સપ્તાહમાં કોરોનાના શંકાસ્પદ કેસો વધી રહ્યાં છે. તેમાં છેલ્લા 24 કલાક દમરિયાન બે મોત બાદ ગામમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. આથી, મહેળાવ સરપંચ દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા ગામના આગેવાનો સાથે ચર્ચા કરી તાત્કાલિક સ્વૈચ્છીક બંધની જાહેરાત કરી છે. 19મી મે સુધી એટલે કે આઠ દિવસ બપોરના 2 બાદ બજારો સંપૂર્ણ બંધ રાખવા સુચના જાહેર કરવામાં આવી છે. ગ્રામજનોને કોરોનાની ગાઈડલાઈનનું સંપુર્ણ પાલન કરી માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમનું અવશ્ય પાલન કરવા માટે જણાવ્યું છે. વધુમાં ગામમાં કોઈને કોઈપણ વ્યક્તિને કોરોના વાયરસના લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

ગામમાં 20થી વધુ એક્ટિવ કેસ આવી ગયા

આ અંગે મહેળાવ સરપંચ નગીનભાઈ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મહેળાવ ગામમાં હાલમાં 20થી વધુ કોરોનાના કેસો એક્ટિવ છે. હાલમાં ચારથી પાંચ કેસ ઓક્સિજન પર હોવાથી અને છેલ્લા 24 કલાકમાં ગામમાં બે લોકોના શંકાસ્પદ કોરોનાથી મોત થતા ગ્રામજનો, વેપારીઓ તથા આરોગ્ય શાખા સાથે બેઠક યોજી ગામમાં એક સપ્તાહ માટે બપોરે બે વાગ્યા પછી સંપુર્ણ સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...