પાલિકા કાર્યવાહી કરશે:ગેરકાયદેસર વેજ - નોનવેજની લારીઓ પર તવાઇની તૈયારી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદમા જાહેર માર્ગો પર વેજ અને નોનવેજનું વેચાણ કરતી દુકાનો, લારીઓ પર આણંદ નગરપાલિકા તવાઈ બોલાવશે. - Divya Bhaskar
આણંદમા જાહેર માર્ગો પર વેજ અને નોનવેજનું વેચાણ કરતી દુકાનો, લારીઓ પર આણંદ નગરપાલિકા તવાઈ બોલાવશે.
  • ધર્મસ્થાનો પાસે અને મુખ્ય માર્ગો પર હાટડીઓ બંધ કરાશે
  • કમિશ્નરના આદેશના પગલે પાલિકા કાર્યવાહી કરશે

રાજકોટ અને વડોદરા સહિતના શહેરો - નગરોમાં મુખ્ય માર્ગો પર ઇંડા અને નોનવેજ ઉપરાંત વેજીટેરીયન ફૂડની લારીઓના ધુમાડાને કારણે લોકોનાં સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાની ફરિયાદોના પગલે લારીઓ, દુકાનો સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે રીતે આણંદમાં પણ પગલાં લેવાશે. વડોદરા પ્રાદેશિક કમિશ્નરના આદેશના પગલે આણંદમાં જાહેર માર્ગો પર વેજ અને નોનવેજની ધમધમતી હાટડીઓ દૂર કરવા પાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. સોમવારે ચર્ચા વિચારણા બાદ શહેરમાં ગેરકાયદે લારીઓ સામે સખત કાર્યવાહી હાથ ધરાશે. જાહેર માર્ગો, ધર્મ સ્થાનોની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારની દુકાનોમાં નોનવેજ, ઈંડા, મટન વેચાણ સદંતર બંધ નહીં થાય ત્યા સુધી ઝુંબેશ ચાલુ રાખવામા આવશે.

આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તોરામાં રસ્તાની બાજુમાં અને ધાર્મિક સ્થાનોની નજીક ગેરકાયદે વેજ-નોનવેજની લારીઓ તેમજ દુકાનો હોવાથી નગરજનોની લાગણી દુભાતી હોય છે. આ અંગે નગરજનોની ફરીયાદો પણ આવતી હોય છે. આણંદ પાલિકા દ્વારા વડોદરા કમિશ્નર આદેશના પગલે સોમવારે ચર્ચા વિચારણા કરી ટીમો બનાવી શહેરના તમામ માર્ગો, પ્રવેશ દ્વાર સહિત રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી હાટડીઓ દૂર કરવામાં આવશે. વધુમાં સર્વે મુજબ શહેરમાં ગુજરાતી ચોક રોડ પર માર્ગ પર ખુલ્લામાં નોનવેજનુ વેચાણ, સ્ટેશન રોડ પર ઇંડાની લારીઓ પર થતું વેચાણ, બોરસદ ચોકડી, ગણેશ ચોકડી, લોટિયા ભાગોડ , ટાઉન હોલ અને પોસ્ટ ઓફિસ રોડ પર અંદાજીત 60 ઉપરાંત હાટડીઓ છે.

અન્ય સમાચારો પણ છે...