તંત્ર હરકતમાં:આણંદ જીટોડીયા માર્ગ પર ગેરકાયદે બમ્પ તોડી પડાશે, સુપ્રિમના આદેશ બાદ તંત્રએ પોલીસ પ્રોટેકશન માગ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ દાંડી માર્ગ પર મન ફાવે તેમ ઠેર ઠેર બમ્પ મુકવામાં આવ્યા છે.ત્યારે માર્ગ પર અકસ્માત અટકાવવાને બદલે અકસ્માતનું ભારણ વધી ગયું છે. આથી દાંડી વિભાગે ફરિયાદોને પગલે અકસ્માતોનું પ્રમાણ અટકાવવા માટે સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ સિવાયના તમામ ગેરકાયદે બમ્પ હટાવી દેવાનો નિર્ણય કર્યો છે.

તંત્રએ પોલીસ પ્રોટેકશન માટે જિલ્લા કલેકટર, પોલીસ સહિત જુદા જુદા વિભાગોમાં લેખિતમાં જાણ કરવામા આવી છે. જેની મંજુરી મળવાથી ટુંક સમયમાં બોરસદ ચોકડીથી જીટોડીયા રોડ પર ગેરકાયદે બમ્પ દુર કરાશે. દાંડી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિપીન નિસરતાએ જણાવેલ કે જીટોડિયા રોડ પર ઠેર ઠેર બમ્પ મુકવામાં આવ્યાં છે.

આ અંગે માર્ગ પર પસાર થતાં ધારાસભ્ય સહિત રહીશો દ્વારા બમ્પ દુર કરવા માટે ફરિયાદો ઉઠી છે. આથી અકસ્માત નિવારવા માટે સુપ્રિમ કોર્ટે રોડ સેફટી કમિટીની ગાઇડ લાઇન મુજબ દાંડી માર્ગ ઉપરના ગેરકાયદે તમામ બમ્પ દુર કરવા માટે તાજેતરમાં કચેરીના એસ.ઓની ટીમોને જેસીબી મશીનથી દુર કરવા માટે સ્થળ પર મોકલવામાં આવ્યાં હતા.પરંતુ સ્થાનિક વિસ્તારના રહીશોએ બમ્પ દુર કરવાની ના પાડી હતી.

આથી, દાંડી વિભાગ દ્વારા આણંદ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને શહેર પીઆઇને માર્ગ પરથી ગેરકાયદે બમ્પ દુર કરવા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ છે.જેની લેખિતમાં મંજૂરી મળવાથી પોલીસ પ્રોટેકશન સાથે ટુંક સમયમાં બમ્પ દુર કરાશે.

અન્ય સમાચારો પણ છે...