માર્ગદર્શન શિબિર:વિદેશ ભણવા જાવ તો ત્યાંના કાયદા- નિયમોથી જાગૃત રહો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ અભ્યાસ-ઉચ્ચ અભ્યાસ લોન યોજના અંગે માર્ગદર્શન શિબિર
  • અત્યાર સુધી અાણંદ જિલ્લાના 40 વિદ્યાર્થીને લોન અપાઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી- વિકસતી જાતિની કચેરી દ્વારા રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ-ઉચ્ચ અભ્યાસ લોન યોજના માટે માર્ગદર્શન અર્થે કલેક્ટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 40 વિદ્યાર્થીઓને અને કોમર્શિયલ પાયલોટના અભ્યાસ માટે 2 વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન આપવામાં આવી હોવાનુ કલેકટરે જણાવ્યુ હતું.

આ માર્ગદર્શન શિબિરમાં કલેકટર ડી.એસ.ગઢવીએ જણાવ્યુ હતુ કે નાણાકીય અગવડતાના કારણે વિદેશ અભ્યાસનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના સ્વપ્ન અધુરા ના રહી જાય તે માટે રાજ્ય સરકાર વિદેશ અભ્યાસ- ઉચ્ચ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ. પંદર લાખ સુધીની લોનનું ધિરાણ કરે છે.

સરકાર દ્વારા અપાતી આ લોનનું વ્યાજ દર માત્ર ૪ ટકા છે. વધુમાં કલેકટરે જણાવેલ કે વિદેશ અભ્યાસની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાતની તમામ બાબતોની જાણકારીની સાથે જેતે દેશમા જવાનુ છે. ત્યાના કાયદા અને નિયમોથી પોતાને જાગૃત રાખવા, ત્યાના વાતાવરણથી પોતાને કેવી રીતે એડ્જ્સ્ટ કરવા, કોઇપણ નશા કે ડ્ર્ગ્સના ચુંગલમા ના ફસાવુ તેમજ શરૂઆતના 6 મહીનામાં જેતે દેશમાં રહીને તેને જાણવુ અને સમજવુ તથા વિદેશ જતા પૂર્વે યુનિવર્સિટીની પસંદગી જેવી વિવિધ બાબતો વિશે માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...