છેડતી:તું મારી ન થઈ તો કોઈની નહીં થવા દઉ તેમ કહી હિન્દુ યુવકે છેડતી કરી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠમાં યુવતીની સગાઈના દિવસેે જ યુવકે કૃત્ય કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ઉમરેઠમાં યુવતીની સગાઈના દિવસે જ પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને તું મારી ન થઈ તો કોઈની નહીં થવા દઉ તેમ કહી બાથમાં લઈ છેડતી કરી હતી. જેને પગલે સમગ્ર મામલો ઉમરેઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ મામલે યુવક વિરૂદ્ધ છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

ઉમરેઠના એક ગામમાં રહેતી લઘુમતિ કોમની 23 વર્ષીય યુવતીના પરિચયમાં જાખલા ગામનો જનક અર્જુન ભોઈ આવ્યો હતો. દરમિયાન પરિચય પ્રેેમમાં પરિણમ્યો હતો. જોકે, થોડાં સમય પહેલાં યુવકના લગ્ન થઈ જતાં યુવતીએ તેની સાથે સંબંધ કાપી નાંખ્યો હતો. એ પછી મંગળવારે યુવતીની સગાઈ હતી. જોકે, યુવતી તેના કાકાના ઘરે તેની બહેન સાથે તૈયાર થવા માટે ગઈ હતી. ત્યારે રસ્તામાં જનક તેને મળી ગયો હતો. અને તેણે તેને તું મારી ન થઈ તો કોઈની નહીં થવા દઉં તેમ કહી તેને બાથમાં લઈ લીધી હતી. જોકે, તેની સાથેની બહેને તેને છોડાવતાં તેણે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સમગ્ર બનાવ સંદર્ભે તેણે તેના પરિવારજનોને જણાવતાં આખરે પરિવારજનોની સમજાવટ બાદ યુવતીએ યુવક વિરૂદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...