તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:આણંદમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી કરતા ઝડપાશો તો કાર્યવાહી થશે

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી રાહે પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસની તપાસ કરાશે

થર્ટી ફર્સ્ટની ઊજવણીને લઈને જો ક્યાંક તમે પ્લાનિંગ કરી રહ્યા હોય તો સાવધ રહેજો. કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને પગલે આણંદ જિલ્લા પોલીસ કડકાઈપૂર્વક પાલન થાય અને લોકો એકઠાં ન થાય તે હેતુસર આક્રમક મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ઊજવણી કરી છાકટા બનેલા ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત ખાનગી રાહે પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ પર પણ સઘન ચેકીંગ કરવામાં આવશે.

દર વર્ષે 31મી ડિસેમ્બર, વર્ષનો અંતિમ દિવસ હોઈ વિદાય લેતા વર્ષને વળાવવા અને આવનાર વર્ષને આવકારવા માટે ફાર્મહાઉસ, સહિતના સ્થળોએ જાહેર કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. જોકે, ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી સદંતર બંધ રાખવાનું જણાવ્યુ હોઈ આણંદ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરાશે.

ડીવાયએસપી બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ફાર્મહાઉસો, હોટલો અને પાર્ટી પ્લોટો સહિતના જાહેર સ્થળોની સઘન ચકાસણી કરવામાં આવશે. કોઈ થર્ટી ફસ્ટની પાર્ટી કરતા પકડાશે તો સરકારની ગાઈડલાઈન મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા વિદ્યાનગર, આણંદમાં બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો