હોબાળો:ગટર નહીં તો વોટ નહીં : રહીશો મોરચો કાઢી પાલિકામાં પહોંચ્યા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અાણંદના વોર્ડ 2માં ગટરની સુવિધા ન મળતા રહીશોનો હોબાળો
  • પ્રમુખ સમક્ષ રજૂઅાત : ચૂંટણી બહિષ્કારની ચીમકી

વિકાસના નામે આણંદ નગરપાલિકાના સત્તાધિશોએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો છે. ત્યારે રહિશોને ટેક્ષ ભરવા છતાં મળવાપાત્ર ડ્રેનેજની સુવિધાથી વંચિત રખાતાં વોર્ડ નં 2ના રહીશોએ પાલિકા ભવનમાં હોબાળો મચાવ્યો હતો. જોકે, ટૂંક સમયમાં ગટર લાઇનની સુવિધા નહીં મળે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રહીશોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરવામાં આવતાં પાલિકામાં ચર્ચાના વિષય બની ગયો હતો. આણંદના ઝોન વિસ્તારમાં ગટર લાઇનની પાઇપ લાઇન નાંખવામાં આવી છે. જોડાણ આપવામાં નહીં આવતાં ગંદા પાણીના નિકાલ માટે હાલાકીઓનો ભોગ બનવું પડે છે. હાલમાં સફાઇ કામદારોની હડતાળ હોવાથી વારંવાર ખાળ કૂવો ભરાઇ જતાં ગંદા પાણીના નિકાલ માટે વધુ નાંણા ખર્ચીને ખારકૂવા ખાલી કરાવવાની ફરજ પડે છે.

અન્ય સમાચારો પણ છે...