સ્વચ્છતા અભિયાન હેઠળ આણંદ નગરપાલિકા પ્રથમ ક્રમાંક મેળવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ધમપછાડા કરી રહ્યું છે.ત્યારે શહેરના લીમડાવાળા દવાખાનાની પાછળના ભાગ સહિત બોરસદ ચોકડી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના ઉકરડાં જોવા મળે છે. જેને લઇને આણંદ નગરપાલિકા સેન્ટરી વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સ્વચ્છતા અભિયાન હેઠળ આણંદ નગરપાલિકા વર્ષોથી સિંગલ ડિઝીટમાં નંબર લાવવા માટે એજન્સીઓને કરોડો રૂપિયા આપીને શહેરના ચોખ્ખુ ચણાક રાખવા માટે ધમપછાડા કરી રહ્યું છે. તેમ છતાં શહેરમાં સર્વે મુજબ વોર્ડ 4માં આવેલા મહુડિયા તળાવ પાસે પાલિકાના કર્મચારીઓ દ્વારા ટેક્ષ લેવા છતાં અજાણ બનીને કચરો ઉપાડવામાં આવતો નથી. જેના લીધે ઠેર ઠેર ગંદકી ઉકરડાં થઇ જાય છે.
બીજી તરફ શહેરના લીમડાવાડા દવાખાના પાસે આણંદ પાલિકાની ખુલ્લી જગ્યામાં આજુબાજુની હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરના દુકાનદારો દ્વારા મનફાવે તેમ કચરો નાંખવામાં આવે છે. અસહ્યં પ્રમાણમાં ગંદકી ફેલાતી હોય આજુબાજુ વિસ્તારના રહીશો આણંદ પાલિકાના સેન્ટરી વિભાગથી તોબા પોકારી ઉઠયા છે.આ બાબતે આણંદ જિલ્લા પોલિયુશન કંટ્રોલ વિભાગ અને હાઇકોર્ટમાં જાહેર હિતની રીટ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અપરા હોસ્પિટલને વારંવાર નોટિસ અાપી છે
આ અંગે હુજ સુધી મને ફરિયાદ મળી નથી. છતાં પણ ફરિયાદ મળવાથી તાત્કાલિક ધોરણે લીમડાવાડા હોસ્પિટલ પાસે સાફસફાઇ સહિતની કામગીરી હાથધરવામાં આવશે. જો કે આણંદ અપરા હોસ્પિટલ દ્વારા પાલિકાની ખુલ્લી જગ્યામાં કચરો ફેકવામાં આવતો હોવાથી વારંવાર નોટીસ ફટકારવામાં આવી છે. > હિતેશ પટેલ (ભાણો), ચેરમેન , સેનેટરી વિભાગ આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.