તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદ કોંગ્રેસને ઝટકો:કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પરિવાર આમ આદમી પાર્ટીમાં જોડાયો, પેટલાદમાં ત્રિપાંખીયો જંગ થશે

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ સ્વ. અનવરબેગ મિરઝાના પુત્ર અસંખ્ય ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા
 • વર્ષોથી કોંગ્રેસ સાથે અડીખમ રહેલા અસલમબેગ મિરઝા કોંગ્રેસને છોડી આપ પાર્ટીમાં જોડાયા

પેટલાદની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફાટફૂટને લઈ માહોલ ગરમાયો છે. કોંગ્રેસ ભાજપ કે આપ હજુ કોઈ એ પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. પેટલાદ વિધાનસભા વિસ્તારના રાજકીય વર્ચસ્વ ધરાવતો પરિવાર કોંગ્રેસનો પંજો છોડી આપ પાર્ટીનું ઝાડું પકડતા સ્થાનિક ચૂંટણીમાં નવા સમીકરણો આકાર લઈ રહ્યા છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવના પુત્ર અને પેટલાદ નગરપાલિકાના વર્તમાન કોંગ્રેસના પીઢ કાઉન્સિલર અસલમબેગ મિરઝાએ આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાતાં પેટલાદ નગરપાલિકાની ચૂંટણી જંગમાં કોંગ્રેસ ને મોટો ઝટકો પડ્યો છે.

પેટલાદ નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં.9 માંથી અસલમબેગ મિરઝાએ કોંગ્રેસની પેનલને વિજયી બનાવી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી તેમજ વોર્ડ નં. 8 માં તેમના ભત્રીજા અબરારબેગ મિરઝા પણ ત્રણ બેઠકો સાથે વિજયી બન્યા હતા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ દ્વારા ધરાર અવગણના થતાં તેમજ એક હથ્થું શાસનથી કંટાળી અબરારબેગ મિરઝાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપને સમર્થન કરતાં કોંગ્રેસની સત્તા આંચકી લીધી હતી.

બીજા અઢી વર્ષની ટર્મ માટે કોંગ્રેસ પક્ષમાં અસલમબેગ મિરઝાએ પ્રમુખ પદની દાવેદારી નોંધાવી હતી. તે સમયે કોંગ્રેસથી નારાજ થયેલા સભ્યોએ પણ અસલમબેગ પ્રમુખ બને તે માટે તૈયારી દર્શાવી હતી ત્યારે 22 પૈકી મુસ્લિમ સમાજમાંથી ચૂંટાયેલા 13 કોંગ્રેસ અને 2 અપક્ષો સહિત 15 સભ્યોની પણ અસલમબેગ મિરઝા પ્રમુખ પદ મળે તે વાતને સમર્થન કર્યું હતું.

તેમ છતાં એક યા બીજા કારણોસર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા ભાજપ સત્તા મેળવવા સફળ રહ્યું હતું. જોકે તે સમયે અસલમબેગ મિરઝાએ પણ આ નિર્ણયને મને કમને સ્વીકારી કોંગ્રેસ પક્ષ સાથે અડીખમ રહ્યા હતા. મહત્વનું છે કે કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના અને વર્તમાન ધારાસભ્ય સાથેની નારાજગી ને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી અને દિલ્હી વિધાનસભા ધારાસભ્ય ગુલાબસિંહ યાદવના હસ્તે અસલમબેગ મિરઝા અને અબરારબેગ મિરઝાએ ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા પેટલાદના રાજકારણ ગરમાયુ છે.

આ અંગે અસલમબેગ મિરઝાએ જણાવ્યું હતું કે પેટલાદ કોંગ્રેસ સામે હવે આરપારની લડાઈ લડી લેવા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ છે. નગરપાલિકાની ચૂંટણીમાં 12 થી 16 જેટલા ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરીશું. કોંગ્રેસમાં વર્ષોથી ચાલી રહેલા એક હથ્થું શાસનનો પણ અંત લાવીશું. આ પ્રસંગે આપ પાર્ટીના પ્રથમ કાર્યકર ઝલાલોદ્દીન શેખ, હફીસોદ્દીન મલેક, પૂર્વ કાઉન્સિલર મુકતસીદખાન પઠાણ, આશીકઅલી શેખ (મામા), પ્રદેશ કિસાન સંઘના પ્રમુખ રવિ પટેલ, જીલ્લા પ્રમુખ દિપાવલીબેન ઉપાધ્યાય, પ્રદેશ સંગઠન મંત્રી અર્જુનભાઈ રાઠવા, પ્રદેશ પ્રવક્તા કિરણબેન આચાર્ય, દિલ્હી એપીએમસીના ચેરમેન અને પ્રદેશ ઓબ્ઝર્વર નરેશ શર્મા, ખંભાત આપ પાર્ટીના અગ્રણી એઝાજ બાપુ સહિત પેટલાદના રોહિત સમાજ, વાલ્મિકી સમાજ અને મુસ્લિમ સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો