તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • If Stray Cattle Are Caught For The Second Time In Anand, The Owner Will Have To Pay Double Fine And The Herdsmen Will Have To Write A Letter Of Guarantee.

નિર્ણય:આણંદમાં બીજીવાર રખડતા ઢોર પકડાશે તો માલિકને ડબલ દંડ, પશુપાલકોએ બાંહેધરી પત્ર પણ લખવો પડશે

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં શિખોડ તલાવ પાસે રખડતી ગાયે એક વૃધ્ધને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવના પગલે પાલિકાની બેદરકારીની પોલ ખુલ્લી પડી ગઈ છે. આખરે પાલિકાની ટીમો હરકતમાં આવી આજે શહેરમાથી વધુ બે રખડતી ગાયોને ઢોર ડબ્બામાં પુરી દેવાઈ હતી.જો કે શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો હોઈ પાલિકા તંત્ર આકરાપાણીએ આવી જઈને ઢોર ડબ્બામાં પુરી દેવાયેલ ગાય પકડી લીધા બાદ છોડાવવા આવનાર પશુપાલકો પાસે બાહેંધરી પત્રકની સાથે એક હજાર દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. આમ છતાંય બીજી વખત રખડતા પશુ પકડાશે તો ડબલ અેટલે કે રૂ. 2000 દંડ કરવામાં આવશે.

આણંદ પાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યુ હતું કે આણંદ નગરપાલિકાએ શહેરમાં રખડતી ગાયોનો આતંક બંધ કરાવવા માટે બે ટીમો બનાવવામાં આવી છે. જેને મુખ્ય રોડ સહિત સોસાયટી વિસ્તારની અંદરના રોડ વિસ્તારમાં પણ પકડી લેવા સુચનાઓ આપવામાં આવી છે. સોમવારે ટીમોએ સરદાર ગંજ બજાર અને સ્વામિનારાયણ સોસાયટીમાંથી બે રખડતી ગાયોને પકડી ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં પુરી દેવાઈ છે.બીજી તરફ શહેરમાં રખડતી હાલતમાં પશુપાલકો છોડી દેતા અટકાવવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

જેમાં ઢોર ડબ્બામાં પુરી દીધેલ ગાયને છોડાવવામાં આવતા પશુપાલકો પાસે બાંહેધરી પત્રક લખાવવામાં આવશે સહિત એક હજાર દંડ ફટકારવામાં આવશે.ત્યારબાદ બીજા દિવસે ફરી ગાય પકડાશે તો તેવા પશુપાલકો પાસે ડબલ દંડ વસૂલવાના આદેવશ કર્યા છે. આ અંગે ઢોર ડબ્બાના અધિકારી મિલનભાઈ ત્રિવેદીએ જણાવેલ કે સોમવારે ચાર પશુપાલકોએ બાહેંધરી પત્રક લખીને રજુ કર્યા હતા.

તેમજ રૂ ચાર દંડ વસુલાત કર્યા બાદ ઢોર ડબ્બામાં પુરી દીધેલ ગાયોને છોડવામાં આવી હતી.હજુ બે ગાયો પશુપાલકો છોડાવવામાં નહીં આવે તો અજરપુરા પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશે.આમ આણંદ પાલિકાએ લાંબા સમય બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...