સતર્કતાની અપીલ:પોલીસ હોવાનું કહી ચેકિંગનો ડર બતાવે તો આઈ કાર્ડ માગો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી-લૂંટ સહિતની ઘટના ટાળવા પોલીસનું જાગૃતિ અભિયાન

આણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, આગામી સમયમાં દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે લોકો સુખ, ચેન શાંતિથી પર્વની ઊજવણી કરે પોતાની માલ-મત્તાની ચોરી-લૂંટ ન થાય તે હેતુસર આણંદ શહેર પોલીસ એક્શનમાં આવી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોબાઈલ સહિત અન્ય માલ-મત્તાની ચોરી થતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત મુસાફરોએ પોતાની માલ-મત્તા સાચવવા માટે શહેર પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

આ અંગે વાત કરતાં શહેર પીઆઈ જીગર પટેલે જણાવ્યું હતું કે, પર્વ નિમિત્તે મોટાભાગના લોકો બહારગામ જતાં હોય છે ત્યારે આસપાસના લોકો પણ અજાણ હોય છે. એ સમય તમામ લોકો પડોશીઓને જાણ કરે અને ઘરની દેખરેખ રાખવા, ઘરમાં કિંમતી સામાન ન રાખી, બેંકના લોકરમાં મૂકવા, દસ પંદર દિવસ માટે કોઈ મકાન ભાડે માંગે તો ન આપવા, શહેરના મોલ, પાર્કિંગ, ધર્મસ્થાનો કે ભીડભાડવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા, કોઈપણ લોભામણી લાલચમાં કે અન્ય બહાને અજાણી વ્યક્તિને ઘરના દાગીના ધોવડાવવા કે સોંપવા કે બતાવવા નહીં, કોઈ પણ અજાણી વ્યક્તિ પોલીસ અધિકારી કે કર્મચારી તરીકે ઓળખ આપી અથવા પોલીસનો સ્વાંગ રચી આપની પાસે આવે ત્યારે તે અજાણી વ્યક્તિ પાસે આઈકાર્ડ ફરજીયાત માંગો, જરૂર જણાય તો 100 નંબર પર કોલ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...