તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:હું મારી વાઈફથી સતુંષ્ટ નથી કહી પરણિતાની છેડતી કરતા મારામારી

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ શહેરના અલમદીના નગર વિસ્તારની ઘટના
  • ઠપકો આપવા જતાં ચાર જણે સળીયાથી હુમલો કર્યો

બોરસદમાં રહેતી પરણિતાની છેડતી કરી તેના પરિવારજનો સાથે ઝઘડો કરી માર મારી, ચાર જણાંએ સળીયાથી હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

બોરસદ શહેરમાં અલમદીના નગર વિસ્તારમાં રહેતા આરીફમીયા રફીયોદિન મલેકે એક પરિણીતાનો હાથ પકડી લીધો હતો. વધુમાં તેણે પરણિતાને તમે મને બહુ જ ગમો છો. મને તમારી સાથે વાત કરવાની ગમે છે. હું મારી વાઈફથી સંતુષ્ટ નથી તેમ કહી પરિણીતા પાસે તેનો ફોન નંબર માંગી પોતાની સાથે બોલવાનું કહ્યું હતું. આ બાબતે પરણિતાએ એ સમયે તેને ઠપકો આપ્યો હતો. વધુમાં સમગ્ર હકીકત તેના પતિને જણાવી હતી. જેને પગલે બંને પરિવાર વચ્ચે ઝઘડો થતાં આરીફમિયાંનું ઉપરાણું લઈને ઈમરાનમીંયા મહેમુદમીંયા મલેક, અસલમમીયા આશિકમીયા મલેક અને મોજુદ સલીમોદિન મલેકે ભેગા મળી સળીયા સહિત અન્ય મારક હથિયાર સાથે પરણિતા અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે પરણિતાએ બોરસદ શહેર પોલીસ સ્ટેશને ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...