આણંદ શહેરમાં ઈસ્માઈલ નગર તરફ જતાં આવતો ભાલેજ ઓવર બ્રિજ ઉતરી રહેલા રીક્ષા ચાલકે આગળ જતી રીક્ષાને ઓવર ટેક કરતાં ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે ફિલ્મી સ્ટાઈલથી રીક્ષા આડી કરી ઓવર ટેક કરનારને ઉભો રાખી તેના માથામાં પાઈપ મારી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.
આણંદ શહેરના 100 ફૂટના રોડ પર આવેલી નુરેઈલાહી સોસાયટીમાં 42 વર્ષીય યાસીફભાઈ અયુબભાઈ વહોરા પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. શનિવારે સવારે તેઓ પોતાની રીક્ષા લઈ મોટી શાકમાર્કેટ જવા નિકળ્યા હતા. તેમણે બ્રીજ ઉતરતાં આગળ જતી રીક્ષાને ઓવર ટેક કરી હતી. જેને પગલે તે રીક્ષા ચાલક ઉશ્કેરાયો હતો. તેણે પોતાની રીક્ષા રોડ પર આડી કરી દીધી હતી અને રીક્ષામાંથી પાઈપ કાઢી યાસીકભાઈના માથામાં મારી દીધી હતી અને પછી સામરખા ચોકડી તરફ ભાગી ગયો હતો.
ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર બાદ તેમણે હુમલાખોર રીક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, તપાસમાં હુમલાખોર શખસ ફજલ ઉર્ફે ટેટો ખલીસ અને તે તવક્કલ નગર ટીબી હોસ્પિટલ પાસે રહેતો હોવાનું ખૂલ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.