ઘર કંકાસ:તારાપુરમાં બીડ ગાર્ડની ફરજ બજાવતા પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતાને ત્યાં રહેલા 11 મહિનાના પુત્રના પ્રથમ જન્મ દિવસ નિમિત્તે ઘરે લાવવાની વાત કરતાં ઝઘડો થયો

તારાપુરના વન વિભાગમાં ફરજ બજાવતા બીટ ગાર્ડે તેની પત્નીને ત્રાસ આપી ઘરેથી કાઢી મુકતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પિયરમાં રહેલા 11 મહિનાના પુત્રના પ્રથમ જન્મ દિવસ ઘરે લાવવામાં વાત કરતાં ઝઘડો થયો હતો. આ અંગે સોજિત્રા પોલીસે પતિ ઉપરાંત છ સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો.

સોજિત્રાના ગાડા ગામેની યુવતીના લગ્ન થોડા વર્ષો પહેલાં થયા હતાં. આ લગ્ન જીવનમાં તેમને ત્રણ વર્ષની દીકરી અને 11 મહિનાનો દીકરો છે. પરિણીતાનો પતિ તારાપુર ખાતે બીડ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જ્યારે પરિણીતા પીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. પુત્ર પરિણીતાના પિયરમાં ઉછરી રહ્યો છે.

આગામી દિવસોમાં તેનો પ્રથમ જન્મ દિવસ આવતો હોવાથી તેને ઘરે લાવવા પરિણીતાએ વાત કરી હતી. જેથી પતિ ગયો હતો અને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો અને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે સોજિત્રા પોલીસ મથકે પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...