તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદની અરેરાટીભરી ઘટના:પત્નીના મોતના વિરહમાં પતિનો બે દીકરી સાથે આપઘાત, બંને પુત્રીને ઝેર આપી પોતે ગળેફાંસો ખાધો

આણંદ3 મહિનો પહેલા
મૃતકોની ફાઈલ તસવીર
  • પત્નીનું તાજેતરમાં બીમારીને કારણે મોત થતાં ત્રણ બાળકની જવાબદારી પિતા પર આવી હતી
  • સાત માસનો પુત્ર સાસુ જોડે હોવાથી તે બચી ગયો

આણંદ શહેર પાસે આવેલા બોરસદ ચોકડી સ્થિત વેરહાઉસની પાછળ રહેતા પરિવારમાં રહેતા પિતાએ બે પુત્રીની હત્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા પહેલા પિતાઅે બંને દીકરીઅોને ઝેર આપીને કે ફાંસો આપીને મારી નાખી હોવાનું મનાઈ છે. આણંદ શહેર પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ પાદરાના દૂધવાડા ગામના વતની પરંતુ છેલ્લાં દસેક વર્ષથી આણંદ શહેર સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલા વેરહાઉસના મેલડી માતાના ફળીયામાં 28 વર્ષીય ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિ રહે છે. તેમને સંતાનમાં બે પુત્રી માનસી (ઉં.વ.6) અને પ્રિયાંશી (ઉં.વ.4) અને એક પુત્ર દર્શન છે. છ માસ પહેલાં પુત્ર દર્શનના જન્મના વીસેક દિવસ બાદ પત્ની લલિતાનું કુદરતી મૃત્યુ થયું હતું. જોકે, એ સમયથી જ તેઓ વિચલિત રહેતા હતા. દરમિયાન, સોમવારે સાંજે જમી પરવારીને સાસુ સુશીલાબેનને ફળીયામાં રહેતા સાળા સુનિલના ઘરે સુવા માટે મોકલ્યા હતા અને તેઓ સુશીલાબેનના ઘરમાં બે પુત્રીઓને લઈને સુઈ ગયા હતા. મંગળવારે સવારે દૂધવાળા ભાઈએ દરવાજો ખખડાવ્યો હોવા છતાં તેઓએ દરવાજો ન ખોલતાં દૂધવાળો ભાઈ જતો રહ્યો હતો.

બાદમાં તે સવારે નવ વાગ્યે પરત આવ્યો હતો. જોકે, એ સમયે આસપાસના રહીશોએ પણ અવાર-નવાર દરવાજો ખખડાવતાં ઘરમાંથી કોઈ પ્રત્યુતર ન મળતાં આખરે સ્થાનિકોએ દરવાજો તોડી નાંખ્યો હતો. જેમાં બંને પુત્રી માનસી અને પ્રિયાંશી ભોંય પર મળી આવ્યા હતા. જ્યારે ચીરંજીવીનો મૃતદેહ મોભના લાકડાએ દોરડાનો ગાળીયો બનાવીને તેમાં લટકેલી હાલતમાં હતો. આ બનાવની જાણ આણંદ શહેર પોલીસને કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ત્રણેયના મૃતદેહનું પેનલ પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

પિતાએ બે બાળકીઓનું જીવન છીનવી પોતે પણ જીવન ટુંકાવ્યું
પિતાએ બે બાળકીઓનું જીવન છીનવી પોતે પણ જીવન ટુંકાવ્યું

મજૂરીકામે જાય કે બાળકોને સંભાળે? આ પ્રશ્નથી યુવક હાર્યો
પ્રાપ્ત વિગતો મુજબ, પાદરા તાલુકાના દૂધાવાળા ગામના અને હાલ સેન્ટર વેરહાઉસની પાછળ આવેલા વિસ્તારમાં રહેતો ઘનશ્યામ પ્રજાપતિ (ઉં.વ. 30) આણંદ ખાતે રોજમદાર મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલાં જ પત્ની લલીતાબેનનું કોઈ બીમારીમાં મોત નીપજ્યું હતું તેમજ બે બાળકીઓ એકનું નામ માનસી (ઉં.વ. 6) અને પ્રિયાંશી (ઉં.વ. 3) તથા સાત માસના બાળક દર્શનની જવાબદારી તેના માથે આવી પડી હતી. મજૂરીકામે જાય કે બાળકોને સંભાળે એ પ્રશ્ન થઈ પડ્યો હતો.

યુવકે પોતાની બે બાળકીને ઝેરી દવા આપી જાતે ગળેફાંસો ખાઇ લીધો
યુવકે પોતાની બે બાળકીને ઝેરી દવા આપી જાતે ગળેફાંસો ખાઇ લીધો

બે પુત્રીને ઝેરી દવા આપ્યા બાદ જાતે ગળેફાંસો લઈ​​​ ખુદ જીવનનો અંત લાવ્યો
કામની ઘટ હોઈ, ઓછી આવક અને બાળકોની જવાબદારીથી કંટાળી ગયેલા અને તેમજ પત્નીના વિરહમાં હતાશ થઈ ગયેલા ઘનશ્યામ પ્રજાપતિએ મંગળવારે પહેલી પરોઢિયે કોઈપણ સમયે પોતાની બે બાળકીઓ માનસી અને પ્રિયાંશીને ઝેરી પદાર્થ પીવડાવી મોત આપ્યું અને ત્યાર બાદ તેણે જાતે ઘરના મોભ પર દોરડું બાંધી ફાંસો ખાઈ જીવનનો અંત કર્યો છે.

જીવનની ઝંઝાવાત સામે હારી ગયેલા યુવકે બાળકીઓના ભવિષ્યનું પણ ના વિચાર્યું
જીવનની ઝંઝાવાત સામે હારી ગયેલા યુવકે બાળકીઓના ભવિષ્યનું પણ ના વિચાર્યું

આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી
આજે સવારે આજુબાજુના લોકોએ ઘરમાં યુવકને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતાં આણંદ ટાઉન પોલીસને જાણ કરી હતી, જેથી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. જીવનની ઝંઝાવાત સામે હારી ગયેલા યુવકે પોતાના સાત માસના બાળકની પણ ચિંતા કર્યા વિના જીવન ટૂંકાવતાં આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે સાત માસનો દર્શન સાસુમા પાસે હોવાથી તે બચી ગયો હોવાનું લોકોનું માનવું છે.

મૂડ નથી એમ કહી ભરૂચ લગ્ન પ્રસંગમાં જવાનું ટાળ્યું હતું
અમારા સંબંધીના ભરૂચ ખાતે લગ્ન હતા. જેને પગલે અમે લોકો તમામ ભરૂચ ગયા હતા. સોમવારે જ તેમને લગ્નમાં ચલો અને થોડાં ફરી આવીએ તેમ કહી તેમને લગ્નમાં આવવા માટે જણાવ્યું હતું. ત્યારે તેમણે મૂડ નથી અને દીકરીઓ મારા વિના રહેશે નહિ તેમ કહ્યું હતું. આમ, લગ્નમાં જવાની બાબત ટાળી દીધી હતી. > સુરેશ ખન્ના, મૃતકના મામા સસરા, આણંદ.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો નોંધાશે
ગળે ફાંસો ખાઈ લેવાની ઘટનામાં પોલીસ દ્વારા બંને દીકરીઓના કરમસદ ખાતે પેનલ ડોક્ટર દ્વારા પીએમ હાથ ધરવામાં આવ્યું હતું. જેના પીએમ રિપોર્ટ બાદ જો મૃતકે હત્યા કરી હશે તો મૃતક ચિરંજીવી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવશે. > અમિત શર્મા, પીએસઆઈ, આણંદ શહેર પોલીસ સ્ટેશન.

સ્યુસાઈડ નોટ ડિલીટ કરવા પાછળનું કારણ શું ?
એવું કહેવાય છે કે, સમગ્ર બનાવમાં મૃતક પોતાની પાછળ સ્યુસાઈડ નોટ છોડી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ રહીશો તુરંત જ ઘરમાં ગયા હતા. એ સમયે તેમને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકના સંબંધીઓ અને પડોશીઓએ ફોટા પાડી લીધા હતા. દરમિયાન, બીજી તરફ સ્થળ પર તપાસ અર્થે પહોંચેલી પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે સંબંધીઓના મોબાઈલ ફોન કબ્જે લઈ ફોનમાંથી સ્યુસાઈડ નોટ ડિલીટ કરી દીધી હતી અને બીજાને પણ ડિલીટ કરી દેવાની સૂચના આપી હતી. જોકે, સ્યુસાઈડ નોટ કેમ ડિલીટ કરાવી દીધી તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

8 વર્ષ અગાઉ લગ્ન થયા બાદ ચિરંજીવી સાસરીમાં રહેતો હતો
ચિરંજીવીના આઠ વર્ષ અગાઉ લલીતા સાથે લગ્ન થયા હતા. શરૂમાં દંપત્તિ પરિવાર સાથે બોરસદ રહેતું હતું. એ પછી તેઓ અહીં સાસરીમાં જ રહેવા આવી ગયા હતા. મેલડીમાતાના ફળીયામાં જ તેમના સાસુ અને સાળો તથા અન્ય સંબંધીઓ રહે છે.

તુ મને પહેલા જ છોડીને ચાલી ગઈ પછી પપ્પા 2 બહેનો પણ સ્વર્ગે સિધાવ્યાં, હવે મારું કોણ ?
ચિરંજીવી પ્રજાપતિએ દીકરીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં આઠેક માસના માસુમ દર્શનને સમજણ આવે તે પહેલાં જ માતા ગુમાવી અને હવે તેણે બે બહેન અને પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતાના મૃત્યુ બાદ દર્શનનો ઉછેર દર્શનની નાની સુશીલાબેન કરતા હતા. તે તેમની પાસે તેમજ તેના મામા સુનિલ અને મામી મીના સાથે રહેતો હતો. આ અંગે મીનાબેને જણાવ્યું હતું કે, અમને તેના વિના સ્હેજપણ ગમતું નથી. લલિતાના મૃત્યુ બાદ અમે અમારા સંતાનની જેમ જ તેને ઉછેરી રહ્યા છે. હવે તેની સઘળી જવાબદારી અમારી જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...