કાર્યવાહી:પત્ની પર હુમલો કરનારા પતિને ત્રણ વર્ષની જેલ, 5 હજારનો દંડ ન ભરે તો વધુ બે માસની જેલ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદના વધવાલા સીમની નળીમાં અઢી વર્ષ અગાઉ પત્ની પર દાંતીથી હુમલો કરવાના બનાવમાં બોરસદ કોર્ટે હુમલો કરનારા પતિને તકશીરવાર ઠેરવીને ત્રણ વર્ષની સાદી જેલની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડની સજા ફટકારી છે. વધુમાં આરોપી જો રૂપિયા પાંચ હજાર દંડની સજા ભરવામાં કસુરવાર ઠરે તો તેવા કિસ્સામાં તેણે વધુ બે માસની સજા ભોગવવાની રહેશે.

બોરસદના વધવાલા સીમમાં વિપુલભાઈ પરમાર રહેતો હતો. તેના લગ્ન બોરસદની યુવતી દક્ષાબેન ચીમનભાઈ પરમાર સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પ્રિયલ નામની પુત્રી છે. જોકે, દક્ષાબેનના બીજા લગ્ન હતા. પ્રથમ પતિથી તેમને છૂટાછેડા થયા હતા. તેમનાથી તેમને બે સંતાનો હતા. અનેક વખત તેઓ તેમના સંતાનોને મળતા હતા અને તેમને તેમના પિયરમાં લઈ આવતા હતા. જે વિપુલને ગમતું ન હોઈ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...