તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો પ્રયાસ:સોજિત્રાના ઇસણાવમાં પત્ની સાથે આડોસંબંધ રાખનારા યુવકને પતિએ હિંસક હુમલો કર્યો ,ઉપરા છાપરી છરી ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોજિત્રા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામે પત્ની સાથે પ્રેમસંબંધ રાખનારા યુવકને પતિએ તેના મિત્ર સાથે મળી હત્યાનો કારસો ઘડી કુકડવાડ નહેર પર લઇ ગયાં હતાં. જ્યાં ફિલ્મી ઢબે યુવકને પકડી તેના પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી હત્યાની કોશીષ કરી હતી. આ અંગે સોજિત્રા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોજીત્રાના ઇસણાવ ગામમાં રહેતા અને કડીયાકામ કરતાં અજય મનુભાઈ પરમાર (ઉ.વ.27)ને ઘરથી થોડે દુર રહેતી એક પરિણીતા સાથે પંદરેક દિવસથી પ્રેમસંબંધ બંધાયો હતો. પરિણીતાનો પતિ અર્જુન કાંતિભાઈ પરમાર રીક્ષા ફેરવતો હતો અને તે બહાર જતો હતો ત્યારે અજય અને પરિણીતા એકાંતમાં મળતાં હતાં અને ફોન પર પણ વાતોચીતો કરતાં હતાં.

પરિણીતાનું પિયર નાપાડ થાય છે. દરમિયાનમાં 26મી જૂનના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે અર્જુન પરમાર ગામના ભાગોળમાં અજયને મળીને નાપાડ ગામે પત્નીને લેવા જવાનું છે, તેમજ ત્યાં પડેલું એક બાઇક અહીં લાવવાનું છે. તું મારી સાથે આવ. તેમ કહી રાત્રિના 11 વાગ્યાના સુમારે અર્જુન અને અજય ભેગા થયાં હતા. જોકે, અર્જુને રીક્ષા બગડી ગઈ છે, મારવાડીને બાઇક લઇને બોલાવ્યો છે તે આવી ગયો છે. હાલ આપણે નાપાડ ગામે જઈને આવીએ છીએ તેમ કહેતા અજય તેની સાથે ભાગોળે ગયો હતો.

જે દરમ્યાન ભાગોળ ઉપર બીજી બાઇક સાથે મારવાડી નામનો શખસ ઉભો હતો. અર્જુને તે બાઇક અજયને ચલાવવા આપી હતી. આ સમયે અજયની પાછળ મારવાડી બેઠો હતો અને 11-30 વાગ્યાના સુમારે તેઓ નાપાડ જવા નીકળ્યાં હતાં. ઇસણાવથી પેટલાદ રૂપિયાપુરા ત્યાંથી નહેર ઉપરના રસ્તે થઇને સીમરડા, આશી, અગાસ –બોરીયા આશ્રમથી કુકવાડ બાજુ જતા ત્યાં વચ્ચે નહેરનું નાળું આવતાં નહેરની પાસે રેલવે ફાટક આવેલું છે. જ્યાં અર્જુને બાઇક ઉભુ રખાવ્યું હતું. હજુ અજય કંઇ સમજે તે પહેલા અર્જુને એકદમ બુમ પાડી તેના આંખામાં માટી નાંખી દીધી હતી. મારવાડીએ પકડી રાખ્યો હતો અને અર્જુને છરી કાઢી ઉપરા છાપરી છરીના ઘા ઝીંકયાં હતાં. જેમાં એક માથા પેટમાં, બીજો માથાની પાછળ અને ત્રીજો પડખામાં વાગ્યો હતો. બાદમાં અર્જુન અને મારવાડી ભાગી ગયાં હતાં.

અજય ઉપર જીવલેણ હિંસક હુમલા થયો છે અને તે સખ્ત ઘવાયેલી અવસ્થામાં હોવા બાબતની બનેવી મહેશભાઈ પરમાર (રહે. પાળજ)ને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને અજયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અર્જુન કાંતિભાઈ પરમાર (રહે.ઇસણાવ) અને તેનો મિત્ર મારવાડી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક એકલવાયુ જીવન જીવે છે
ઇસણાવ ગામના ભઠ્ઠીવાળા ફળીયામાં રહેતા અને કડીયાકામ કરતો અજય મનુભાઈ પરમાર (ઉ.વ.27) એકલવાયુ જીવન જીવે છે. તેના માતા – પિતા હયાત નથી અને લગ્ન પણ થયાં નથી. ધો.8 સુધી ભણેલા અજયને કોઇ ભાઈ નથી. જ્યારે બે બહેનો છે, તેઓના લગ્ન થઇ ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...