તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકની હત્યા:પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ મોગરના યુવકને છરીના ઘા ઝીંક્યા, લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યો

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે તને મારી નાખીશ કહી બે શખ્સો સુનીલ ઉપર ધારીયુ અને છરી લઇને તૂટી પડ્યા

આણંદ તાલુકાના મોગરમાં પત્ની સાથેના આડા સબંધનો વહેમ રાખી યુવકના ઘરમાં જઈ ધારીયા અને ચપ્પુના ઘા ઝીંકી, ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યા કર્યાની કમકમાટી ભરી ઘટના વાસદ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે આ બનાવ અંગે બે આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આણંદની જનરલ હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સુપ્રત કર્યો હતો.

મોગર ગામે નાગજી ભયજીના ટેકરા વિસ્તારમાં રહેતા સુનીલ રમણભાઈ ઝાલાને ફળિયામાં રહેતા કિરણ ભાઈલાલભાઈ ઝાલાની પત્ની સાથે આડો સબંધ હોવાનો વહેમ આરોપી કિરણને હતો. જેને લઈને અવાર નવાર ઝઘડાઓ થતા હતા.આ કારણે છેલ્લા ત્રણ માસથી સુનીલ પોતાના બનેવી સુરેશભાઈના ઘરે વણસર ગામે રહેતો હતો અને છેલ્લા દસેક દિવસથી સુનીલ નાની સંખ્યાડ ગામે પોતાની બહેનના ઘરે રહેવા ગયો હતો. સુનીલને ઘર યાદ આવતા તે ઘરે પરત જવા બનેવીને કહેતો હોઈ સુનીલના બનેવી નરેન્દ્રભાઈ ભગવાનભાઈ સોલંકી અને નાની સંખ્યાડ ગામના ડેપ્યુટી સરપંચ રામાભાઈ ભીખાભાઈ સોલંકી સુનીલને લઈને તેના મોગર ગામે મુકવા પહોંચ્યા હતા.

સુનીલના ઘરે પહોંચાડી બનેવી અને સંખ્યાડના ડેપ્યુટી સરપંચ બેઠા હતા ત્યારે સાંજના 7-15 વાગ્યાના સુમારે કિરણ ભાઈલાલભાઈ હાથમાં ધારીયું લઈ તેમજ મહેશભાઈ ભાઈલાલભાઈ ચપ્પુ લઈને ગાળો બોલતા આવી સુનીલ ગામમાં કેમ આવ્યો, આજે તને મારી નાખીશ કહી સુનીલ ઉપર હુમલો કરી બંને જણાએ સુનીલને માથામાં ધારીયું મારી તેમજ પેટમાં અને શરીરે ચપ્પુના ઘા ઝીંકતા સુનીલ ઉ.વ.21 લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. આ સમયે સુનીલનો નાનો ભાઈ મહેશ ઉ.વ.16 વચ્ચે છોડાવવા પડતા તેને પણ ચપ્પુ મારી ઈજાઓ કરી હતી.

આ દરમિયાન નરેન્દ્રભાઈ સોલંકી અને રામાભાઈ સોલંકી સહિત આસપાસના લોકો દોડી આવતા આરોપી કિરણ તેમજ મહેશભાઈ ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ગંભીરપણે ઘવાયેલા સુનીલને ત્વરીત સારવાર માટે 108 ની એમ્બ્યુલન્સ વાન થકી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘવાયેલા મહેશને સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા વાસદ પોલીસ મથકના પીએસઆઈ પી.જે. પરમાર પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ બનાવ અંગે નરેન્દ્રભાઈ ભગવાનભાઈ સોલંકીની ફરિયાદના આધારે મહેશ ભાઈલાલભાઈ ઝાલા અને કિરણ ભાઈલાલભાઈ ઝાલા વિરુદ્ધ ઈપીકો કલમ 302, 324, 504, 114 મુજબ ગુનો નોંધી આજે સવારે આણંદની જનરલ હોસ્પિટલમાં મૃતક યુવાન સુનીલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો