તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તારાપુર તાલુકાના ગલીયામા ગામના વતની હાલ જીટોડિયા રહેતા શિક્ષકે 25 વર્ષના લગ્નજીવન બાદ ખોટો વહેમ રાખીને પત્નીને દિકરી સાથે કાઢી મુકતા રૂા 20 હજારનું ભરણ પોષણ ચુકવવાનો હુકમ કરાયો.
ખંભાતના પાંદડ ગામના હંસાબેન પરમારના લગ્ન 25 વર્ષ પહેલા ગલીયાણા ગામે રહેતા વાલજીભાઈ નારણભાઈ અંજારા સાથે થયા હતા. ઘરસંસાર દરમિયાન પહેલા દિકરા નિકુંજનો જન્મ થયો હતો. તેઓને બે સંતાન હોવા છતાં શંકાશીલ પતિએ 25 વર્ષના લગ્નજીવન બાદ પત્નિને 11 વર્ષની દિકરી સાથે ઘરનમાંથા કાઢી મુક્યા હતા. જેથી ના છુટકે તેમણે ભરણપોષણ માટે ખંભાત કોર્ટમાં અરજી કરી હતી. જે કેસ ખંભાતના એડી ચીફ જ્યુ. મેજી. ભાવીનકુમાર પંડ્યાની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
બંને પક્ષોની દલીલો પુર્ણ થયા બાદ ખંભાતના એડી. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ ભાવિનકુમાર પંડ્યાએ મહિલાની અરજી અશંતઃ મંજુર કરી હતી અને રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતુ ખોલાવવા તથા તેની અંદર સામેવાળાને ભરણપોષણની રકમ જમા કરાવવા આદેશ કર્યો હતો. જેમાં હંસાબેનને દર મહિને 13 હજાર અને સગીર દિકરી મેઘનાબેનને માસિક 7 હજાર મળી કુલ 20 હજાર ભરત પોષણ પેટે બેંકમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.