વિવાદ:ઉમરેઠ નગર પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિએ ધમકી આપી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ભ્રષ્ટાચારના સમાચાર પત્રકારે છાપ્યા હતા

ઉમરેઠ શહેરમાં રહેતા શખ્સને ઉમરેઠ નગરપાલિકાના ભ્રષ્ટાચારના સમાચાર છાપવા બાબતે ઉમરેઠ નગપાલિકાના મહિલા પૂર્વ પ્રમુખના પતિએ ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સમગ્ર મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઉમરેઠ શહેરમાં આરામ એવન્યુ થામણા ચોકડી નજીક કૌશલ હેમંતકુમાર પંડ્યા રહે છે. ઉમરેઠ નગરપાલિકાના ગત ટર્મમાં પાલિકાના મહિલા પ્રમુખ રહી ચૂકેલા સંગીતા પ્રકાશભાઈ પટેલ અને ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી દ્વારા પાલિકાના ખર્ચે રૂપિયા 10.50 લાખની કારની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની બાબત વિવિધ માધ્યમો, સોશિયલ મીડિયાપ્રચાર-પ્રસાર કર્યો હતો.

જે અંગેની જાણ મહિલા પ્રમુખના પતિ પ્રકાશ પટેલ (રહે. ઉમરેઠ)ને થઈ હતી. ગત શનિવારે તેઓ આણંદ ખરીદી આવ્યા હતા ત્યારે પ્રકાશ પટેલે તેમને ફોન કરીને સમાચાર છાપવા બાબતે અપશબ્દ બોલી હાથ-પગ તોડી નાંખવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી જેને પગલે આણંદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...