તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીટ એન્ડ રન:કારે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા પતિનું મોત

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદનું દપતી નડિયાદથી આણંદ સંબંધીના ઘરે જતા હતા - Divya Bhaskar
અમદાવાદનું દપતી નડિયાદથી આણંદ સંબંધીના ઘરે જતા હતા
 • આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે શનિવારે મધ્યરાત્રે બનેલી ઘટના

અમદાવાદમાં રહેતુ દંપતી કામ અર્થે નડિયાદ આવ્યા હતા. નડીયાદથી આણંદ પોતાના સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે નવા બસ સ્ટેન્ડ પાસે કારે બાઈકને અડફેટે લેતા દંપતી રોડ પર પટકાયું હતુ જેમાં પતિનું મોત નિપજ્યુ હતુ. જ્યારે પત્નીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે શનિવારે મઘ્યરાત્રિએ પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર અમદાવાદના દંપત્તિને અડફેટે લેતાં પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આણંદ શહેર પોલીસ દ્વારા આ મામલે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેઘાણી નગરમાં રહેતા 55 વર્ષીય ફીલીપભાઈ કરસનભાઈ મેકવાન શનિવારે પત્ની રમીલાબેનને લઈને કામ અર્થે નડિયાદ આવ્યા હતા. નડિયાદ ખાતે પોતાનું કામ પતાવ્યા બાદ રાત્રિના સમયે નડીયાદથી આણંદ પોતાના સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક કારે તેમને અડફેટ મારી હતી. જેને કારણે બાઈક સવાર દંપત્તિ રોડ પર પટકાઈને ડીવાઈડર સાથે અથડાયું હતું. જેમાં ફીલીપભાઈ અને રમીલાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બીજી તરફ કારનો પણ આગળની તરફનો ભાગ લોચો થઈ ગયો હતો અને કારની એર બેગો પણ ખુલી ગઈ હતી. આ બનાવને પગલે આસપાસના ટોળાં એકઠાં થઈ ગયા હતા. જેને પગલે કારનો ચાલક પોતાની કાર મુકીને ભાગી છુટયો હતો. આ બનાવની જાણ થતાં જ આણંદ શહેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થ‌ળે પહોંચી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે બંનેને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફીલીપભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં રમીલાબેનની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

રોડ પર ગટરનું કામકાજ ચાલુ હોવા છતાં ક્યાંય પણ ‘કામ ચાલુ’ના બોર્ડ નહીં
આણંદ શહેરમાં યોગી પેટ્રોલ પંપ નજીક કાર અને બાઈક વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં આ રોડ પર આગળ જતાં પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, પાલિકા દ્વારા માત્ર દોરી બાંધીને કે પથ્થરોની આડશ મૂકીને સંતોષ માનવામાં આવે છે. ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુથી લઈને ભાલેજ ઓવરબ્રિજ તરફ આવી રહેલા રોડ પર પણ આ જ સ્થિતિ છે. ક્યાંય પણ કામ ચાલુના બોર્ડ જ મારવામાં આવ્યા નથી. જેને કારણે વાહન ચાલકો ગફલતભરી સ્થિતિમાં મૂકાય છે અને અકસ્માત સર્જાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો