તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પેટલાદના વિરોલમાં પત્નીના લગ્નેતર સંબંધો અને માનસિક ત્રાસથી ગ્રસ્ત પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

આણંદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રેમી સહિત કુલ ચાર વિરૂધ્ધ આપઘાત કરવા દુષપ્રેરણાનો ગુનો દાખલ

પેટલાદ તાલુકાના વીરોલ ગામે રહેતા એક પતિએ પત્નીના આડા સંબંધોથી કંટાળી જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે પત્ની, તેના પ્રેમી સહિત કુલ ચાર વિરૂધ્ધ આપઘાત કરવા દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતિએ સમજાવી છતાં પ્રેમી સાથે આડા સંબંધો ચાલુ જ રાખ્યા

વિરોલ ગામના દહેવાણવાળા ફળિયામાં રહેતા અલ્પેશ સોલંકીના ભાઈ નીલેષની પત્ની હેતલબેનને છેલ્લાં કેટલાક સમયથી બ્રિજેશ પઢિયાર સાથે આડો સંબંધ બંધાયો હતો. જેને લઈને હેતલ પતિને પૂછ્યા વગર મનફાવે તેમ બ્રિજેશને મળવા જતી હતી. પતિએ તેણીને સમાજમાં બદનામી થઈ રહી હોય આ સંબંધોનો અંત આણવા પત્નીને સમજાવ્યું હતું. છતાં પત્ની દ્વારા પતિને નારાજ કરી પ્રેમી સાથે ખુલ્લા લગ્નેતર આડા સંબંધો ચાલુ જ રાખ્યા હતા.

પ્રેમી બ્રિજેશ પણ પરણિત પ્રેમિકાને ઘરે આવી તેના પતિને ધમકાવતો

નિલેશના સાસુ સસરા પુનમ રાઠોડ તથા ચંપા રાઠોડ (રે. મઘરોલ, સોજીત્રા)ને પત્ની હેતલ પોતાના ઘરે બોલાવી પતિને ધમકાવડાવતી હતી. સાસુ સસરા જમાઈ નિલેશને ચીમકી આપતા કે અમારી દીકરી મનફાવે તેવું જ કરશે. તેમ જણાવીને જો રોકટોક કરશે તો પોલીસ કેસ કરીને ફસાવી દેવાની ધમકીઓ આપવાનું ચાલુ કરી દીધું હતું. પત્ની હેતલ આગાઉ ખોટો પોલીસ કેસ ઉભો કરી બબાલ કરી હતી. વળી પત્નીનો પ્રેમી બ્રિજેશ પણ પરણિત પ્રેમિકાને ઘરે આવી તેના પતિને ધમકાવતો હતો.

જેથી પત્ની તેના પ્રેમી સહિત ચારેયનો ત્રાસ વધી જતાં નિલેષે ગત 21-12-20ના રોજ સુમારે સ્યુસાઈટ નોટ લખીને પોતાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર સાડી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે અલ્પેશની ફરિયાદને આધારે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો