આપઘાત મામલે ખુલાસો:ખંભાતમાં પત્નીએ પ્રેમી સાથે પતિને માર મારતા પતિએ આપઘાત કર્યો હતો, આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડ નોટ મળી આવી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પખવાડિયા પહેલા યુવકે કરેલા આપઘાત પ્રકરણમાં સ્યુસાઇટ નોટ મળી આવતાં પોલીસે પત્ની, સાળો અને પ્રેમી સામે ગુનો નોંધ્યો

ખંભાતના આઈપી મિશન કમ્પાઉન્ડમાં રહેતા યુવકે 18મી સપ્ટેમ્બરના રોજ ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પોલીસને તેની સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં તેને પત્ની અને તેના પ્રેમીએ પતિને મારમાર્યો હોવાથી લાગી આવતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ખંભાતના આઈપી મીશન કમ્પાઉન્ડમાં રહેતા પ્રિયાંસ વાઘેલાના નાના ભાઈ વિલ્સન ઉર્ફે મોન્ટુ રાજેશભાઈ વાઘેલા (ઉ.વ.33)એ દસેક વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા દિપ્તીબહેન બિપીનભાઈ મહિડા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બન્ને ભાઈ સોસાયટીમાં જ અલગ ઘરે રહેતા હતા. આ લગ્ન જીવનમાં વિલ્સનને કોઇ સંતાન નહોતું.વિલ્સની પત્નિ દીપ્તિબેન ઉર્ફે જેનીફર ખંભાતની ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતાં હતાં. વિલ્સન અને દીપ્તીબહેનને પારિવારિક કલહ ને લઈ અવાર નવાર નાની – મોટી બાબતે ઝઘડા થતાં હતાં. જે કારણે ઉશ્કેરાઈને દીપ્તી તેના પિયર રહેવા જતી રહેતી હતી. આ સમયે વિલ્સન ઘરે એકલો રહેતો હતો.

મહત્વનું છે કે વિલ્સન 18મી સપ્ટેમ્બર, 2021ના રોજ રાત્રિના સુમારે ઘરે જમવા આવ્યો નહતો. જેથી પ્રિયાંસભાઈ તેના ઘરે તપાસ કરવા ગયાં હતાં. આ સમયે જોતા રૂમની અંદર મકાનના લાકડાના મોભ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જોવા મળ્યું હતું.આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા અને તાત્કાલિક આસપાસના લોકોને બોલાવી નીચે ઉતાર્યો હતો. પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ અંગે જે તે સમયે ખંભાત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

દરમિયાનમાં વિલ્સનના પલંગના ગાદલા નીચે એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં પત્ની દિપ્તીબહેનને અગાઉ તેના માસીના દિકરા સાથે આડા સંબંધ હતાં અને હાલમાં વિશાલ ગોહિલ સાથે આડા સંબંધ હોવાનું લખ્યું હતું. આ ઉપરાંત દીપ્તીબહેન, તેનો ભાઇ જેકીન્સન તથા પ્રેમી વિશાલ ગોહિલે કોઇ કારણસર વિલ્સનને મારમાર્યો હોવાનો પણ ઉલ્લેખ જોવા મળ્યો હતો. જેના કારણે તે માનસિક તાણ અનુભવતો હતો અને છેલ્લા બે વર્ષથી વિશાલ ગોહિલ સાથેના આડાસંબંધના કારણે માનસિક કંટાળી જઇ નાસીપાસ થઇ આપઘાત કર્યો હોવાનું જણાવતાં પોલીસે પ્રિયાંસની ફરિયાદ આધારે દીપ્તીબહેન, જેકીન્સન અને વિશાલ અશોકભાઈ ગોહિલ (રહે. કોડવા, તા. ખંભાત) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે વખત છુટાછેડા લીધા હતા, પરંતુ ફરી ભેગા થયાં હતાં

ખંભાતના વિલ્સન ઉર્ફે મોન્ટુએ દસ વરસ પહેલા પ્રેમલગ્ન કર્યું હતું. તેના આ લગ્ન જીવન દરમિયાન પત્ની દીપ્તીબહેન સાથે અવાર નવાર ઝઘડા થતાં રહેતાં હતાં. જેમાં 2016 અને 2018માં બે વખત છુટાછેડા લીધા હતાં. બાદમાં બન્ને રાજીખીશુથી પતિ – પત્ની તરીકે ભેગા પણ થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...