તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ-પત્ની ઔર વો:પ્રેમિકાને ઘરમાં લાવવા માટે પતિએ પોતાની પત્નીને માર મારી ઘરમાંથી નીકળી જવા કહ્યું, પરિણીતાએ પતિ અને તેની કથિત પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી

આણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

આણંદની પરિણીતાએ તેના જ પતિ અને પતિની કથિત પ્રેમિકા સામે માર મારી ઘરમાં નીકળી જવા ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોજીત્રા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજ થી દોઢ વર્ષ ઉપર ગાડા ગામમાં ધોળકાથી શોભાનાબેન તળપદા ટામેટી ની ખેતી કરવાં તેના સંબધી સાથે આવ્યા હતા. તેઓએ ગામના રજનીભાઈ પટેલના ખેતરમાં ટામેટી ભાગે કરેલ હતી.જે સમય દરમ્યાન પીડિતાના પતિ ભરતભાઈ રમણભાઈ સોલંકી પોતાની રીક્ષામાં લઇ શોભનાબેન તથા તેના ઘરના માણસો ને અવાર નવાર ધોળકા મુકામે મુકવા જતા હતા તેઓને ધોળકા થી અવાર નવાર પરત ગામે લાવતા હતા.જે સમય દરમ્યાન ગંગાબેનના પતિ ભરતભાઈ સોલંકીને શોભનાબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ થઈ ગયો હતો.

ટામેટીની ખેતી કરવા આવેલ ધોળકાની શોભાનાબેન ના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયેલ ભરતભાઈ સોલંકી ઘર પરિવાર દીકરા દીકરી અને માતા ને છોડી અને સમાજ ની ચિંતા કર્યા વગર પ્રેમિકા સાથે ધોળકા રહેવા જ જતા રહેલાં છે. પ્રેમમાં અંધ બનેલ પતિ સામાજિક વિવેક નેવે મૂકી અવારનવાર પરત ગાડા ગામે પ્રેમિકા શોભાનાબેન તળપદા ને લઈને રહેવા આવતો અને પોતાની પત્નીને તેના પિયર જતા રહેવા અને ઘર ખાલી કરી દેવા જણાવી મારઝૂડ કરતો અને શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો.

ગઈ તા.11/03/2021 ના રોજ પતિ ભરત સોલંકી અને શોભના તળપદા રાતના દશેક વાગે ઘરે આવી ધંધાલ ધમાલ મચાવી હતી.ભરત સોલંકીએ પોતાની ઉપર ગુસ્સે થઈ તાડુક્યો કે મારે આ શોભનાને આ ધરે લાવવાની છે એને તું આ ધર ખાલી કરી તારા પિયર જતી રહે તેમ કહી પત્નીને મારવા ફરી વળેલ અને આ ઝપાઝપી માં પરિણીતાને જમણા હાથે ઈજા થઈ હતી તેમજ ગડદા પાટુનો માર મારી હાલ બેહાલ કરી દીધા હતા. આટલેથી ઓછું હોય તેમ પ્રેમિકા શોભનાએ પણ ગમે તેમ ગાળો બોલી ઝગડો કર્યો હતી.આ દરમ્યાન મારા પતિએ મને કહેલ હવે પછી ફરીથી અમો પાછા આવીએ ત્યારે આ ઘર ખાલી જોઈ ને તેમ ધમકી આપી જતા રહેલ હતા.પરિણીતાએ આ મામલે પોતાના પતિ અને પત્નીની કથિત પ્રેમિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો