પરિણીતા પર ત્રાસ:બોરસદમાં નણંદની ચઢવણીથી પતિએ પત્નીને માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના ત્રણ લીમડી વિસ્તારમાં રહેતા પરિવારમાં નણંદની ચઢવણીથી પતિએ પત્નીને મારમાર્યો હતો. આ અંગે પરિણીતાએ બોરસદ પિયર પહોંચી ચાર સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરી છે.
પતિ - પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો
બોરસદના કુરેશીવાડમાં રહેતા શખ્સની દિકરીના લગ્ન ખંભાતમાં રહેલા શખ્સ સાથે થયાં હતાં. શરૂઆતમાં સારી રીતે ચાલેલા આ લગ્નજીવનમાં 2011થી પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમના સાસુ અને નણંદ ઘરના કામમાં મ્હેણાં ટોણાં મારતાં હતાં અને યુવકને ચઢવણી કરતાં હતાં. જેથી બન્ને પતિ - પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. આ ઝઘડામાં પરિણીતાને માર મારતાં હતાં.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આખરે પતિ અને સસરિયાઓનો ત્રાસ અસહ્ય થતા આ અંગે પરિણીતાએ બોરસદ પિયર પહોંચી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે આધારે પોલીસે પતિ ઉપરાંત સાસરિયા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...