તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડું:ખંભાતના દરિયાકાંઠાના ગામોમાં 250 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા તબાહી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંભાતના કાળી તલાવડી ગામે 250 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા તબેલા પર વૃક્ષ ધરાશયી થતાં ભારે નુકસાન થયું હતું. - Divya Bhaskar
ખંભાતના કાળી તલાવડી ગામે 250 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા તબેલા પર વૃક્ષ ધરાશયી થતાં ભારે નુકસાન થયું હતું.
  • 100થી વધુ વૃક્ષો ધરાશયી, પતરા ઉડી જતાં લોકો શોધવા નીકળ્યા,10 વીજ પોલ ધરાશયી

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કાળીતલાવડી અને નગરા ગામે મોડી સાંજે 250 કિમી ઝડપે પવન ફુંકાતા વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને કાળીતલાવડી, નગરા ગામના આસ પાસના વિસ્તારોમાં કાચા-પાકા મકાનો પતરા ઉડયા હતા.તેમજ કેટલીક જગ્યાએ ભારે ઘટાદાર વૃક્ષો ધરાશય થતાં મકાનોને નુકશાન થાયું છે. જયારે સોજીત્રા તાલુકાના ગાડા ગામે સામાન્ય વરસાદી છાટા પડયા હતો.આમ કમોસી વરસાદના પગલે નાસ ભાગ મચી ગઇ હતી.

ખંભાતના નગરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશયી અને કાચા મકાનોના પતરા ઉડયા અને વીજ પોલ ધરાશયી થતાં અંધારપટ છવાયો હતો.
ખંભાતના નગરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશયી અને કાચા મકાનોના પતરા ઉડયા અને વીજ પોલ ધરાશયી થતાં અંધારપટ છવાયો હતો.

ખંભાત તાલુકાના કાળીતલાવડી વિસ્તારમાં સાંજના 4 વાગ્યા બાદ અચાકનજ વાવાઝોડ ફુંકાયું હતું.250 કિમીના ઝડપે વાવાઝોડુ ફુંકાતા કેટલાંક કાચા મકાનો પતરા ઉડી ગયા હતા.તેમજ કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા.વાવાઝોડાને કારણે ગ્રામજનોને ભારે નુકશાન થયું હતું. હાલમાં રાજય હવામાન વિભાગ દ્વારા કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ આગામી ત્રણ દિવસ દરમિયાન થવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે નગરા ગામે 7 જેટલા વીજ પોલ પડી અંધાર પટ છવાઇ ગયો છે. જયારે નગરા અને કાળીતલાવડી 40 જેટલા વૃક્ષો ધરાશય થઇ ગયા હતા. કમૌસમી માવઠાના પગલે આંબા પર કેરી ગળી જતાં ભારે નુકશાન થયું હતું.ગાયોના તબેલા પતરા ઉડી ગયા હતા. સોજીત્રા તાલુકાના ગાડાં અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાંપટા પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...