વાતાવરણ:ચરોતરમાં વાદળો ઘેરાતાં ભેજનું પ્રમાણ વધ્યું, અસહ્ય બફારો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 5 દિવસ સુધી વરસાદની નહીંવત સંભાવના, ચોમાસા પૂર્વે જિલ્લામાં તાડપત્રીની ખરીદી શરૂ

દેશમાં કેરળ સહિત કેટલાંક રાજયોમાં ચોમાસાનું આગમન થયું છે. પરંતુ ગતિમંદ પડી જતાં મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું નથી. જેના કારણે ચરોતરમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઇ સંભાવના નથી. આંશિક વાદળો વચ્ચે ભેજનું પ્રમાણ વધી જતાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે બફારો વર્તાઇ રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જયારે ખેડૂતોએ ચોમાસું પાકની તૈયારીઓ આરંભી દીધી છે. પરંતુ હજુ સુધી ચોમાસાના એંધાણ ચરોતરમાં દેખાતાં નથી. તેના કારણે ખેડૂતો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

ગના જણાવ્યા અનુસાર હાલમાં નૈઋુત્ય પવનોનું જોર વધીને 20 થી 40 કિમીની ઝડપે ફુંકાશે તેમજ આંશિક વાદળ છાયા વાતાવરણ રહેશે. જેના કારણે કેટલાંક વિસ્તારમાં સામાન્ય છાંટા પડવાની સંભાવના છે. ચરોતરમાં 20મી જૂનની આસપાસ ચોમાસુ પ્રવેશ તેવી સંભાવના છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સૂત્રોએજણાવ્યું હતું કે, ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના રિપોર્ટસ અનુસાર આ વખતે આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ચોમાસું સામાન્યકરતાં સારૂ રહેશે.બે દિવસ સુધી ગરમી 40ડિગ્રી આસપાસ રહેશે.

ત્યારબાદ પવનની ગતિ વધતાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત મળશે.જયારે ખેતી લાયક વરસાદ માટે ખેડૂતોએ હજુ રાહ જોવી પડશે.તેવી આગાહી કરવામાં આવી છે. શનિવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન 38.05,લુઘુતમ તાપમાન 29.00,ભેજનું પ્રમાણ 72 ટકા, અને પવનની ગતિ 8 કિમી ઝડપે પડેશે.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં ચોમાસા પૂર્વે સ્થાનિક નાગરિકોએ તાડપત્રીની ખરીદી શરૂ કરી છે. હાલ જિલ્લાના બજારોમાં ચાર થી પાંચ પ્રકારની તાડપત્રીઓ મળી રહી છે. સફેદ પ્લાસ્ટીક કિ 180, કાળા કલરની રૂ 150, લેમિનેશન તાડપત્રી રૂ 170 અને વાદળી પ્લાસ્ટીક રૂ 160 કિલ્લોના ભાવે હાલ બજારમાં મળી રહ્યા છે. ખેડુતો અને શ્રમિકો ચોમાસામાં વરસાદથી બચવા તાડપત્રીની ખરીદી કરી રહ્યા છે. તસ્વીરમાં તાડપત્રીની ખરીદી કરતા સ્થાનિક નાગરિકો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...