તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થંડર સ્ટ્રોમ એક્ટિવીટી સક્રિય:થંડર સ્ટ્રોમની સાથે ભેજયુક્ત પવન ભળતાં મેઘમહેર થઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 6થી 10ના 4 કલાકમાંજ સાંબેલાધાર મેઘમહેરથી શહેરનો 80% વિસ્તાર પાણીમાં, જનજીવન અસ્તવ્યસ્ત
  • ચરોતરમાં ગતવર્ષ કરતાં 4 દિવસ વહેલું ચોમાસું

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના પ્રોફેસર મનોજ લુણાંગરીયાના જણાવ્યા અનુસાર આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર પૂર્વ બંગાળ એર સર્કયુલેશન સર્જાવવાના કારણે લોકલ થંડર સ્ટ્રોમ એક્ટિવીટી સક્રિય થઈ હતી.જેમાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ભેજ યુક્તગસ્ટીંગ વીન્ડ ફૂંકાતા શુક્રવારે વહેલી સવારે આણંદ શહેરમાં જાણે આભ ફાટ્યું તેવી સ્થિતી સર્જાઈ હતી. અને માત્ર 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ચોમાસાનું આગમન 4 દિવસ વહેલું થવા પામ્યું છે. જો કે, આ વખતે ગત વર્ષની સરખાણીમાં ચોમાસાની ઋતુ સામાન્ય રહેશે. આમ એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં શુક્રવારે વહેલી સવારે મેહૂલયો મન મુકી વરસ્યો હતો.

જો કે, લોકલ થંડર સ્ટ્રોમ એક્ટિવીટી અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ભેજ યુક્ત ગસ્ટીંગ વીન્ડના કારણે આણંદ –ખેડા સહિત સમગ્ર રાજ્યમાં અગામી બે દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે જૂન મહિના દરમિયાન ક્યારેક ક્યારેક ભારે વરસાદ વરસતો હોય છે તે રીતે આ વર્ષે પણ બંને સિસ્ટમ સક્રિય થવાના કારણે શહેરમાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પાલિકાની પોલખોલના આ છે પૂરાવા
આણંદમાં ખબકેલા ધોધમાર વરસાદે નગરમાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું. આણંદ-વિદ્યાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર, લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ, લક્ષ્મી સિનેમા ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા.

પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના આ છે દાવા

  • રોડ પેચ વર્ક - 50 લાખ
  • કાંસ સફાઈ - 2 લાખ
  • સ્ટ્રોમ ડ્રેનેજ સફાઈ - 5 લાખ
  • અન્ય ખર્ચ - 3 લાખ
અન્ય સમાચારો પણ છે...