કામગીરી:આણંદ RTOમાં HSRP નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ વધુ 6 મહિના માટે લંબાવાયો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનું કામ શરૂ કરાયું

રાજ્યનું વાહન વ્યવહાર વિભાગ દ્વારા હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની અત્યાર સુધી કામગીરી કરનાર જૂની એજન્સીનો કોન્ટ્રાક્ટ 26 મેના રોજ પૂરો થવા છતાં નવી એજન્સીની નિમણૂકની પ્રક્રિયા કરવાનું ભૂલી જતાં આણંદ સહિત ખેડા આરટીઓના હજારો જૂના વાહનના માલિકો HSRP નંબર પ્લેટ લગાવી શક્યા ન હતી.ત્યારે ઓનલાઇન પોર્ટલ પર નંબર પ્લેટ બદલવાની ફી ભરવાનું ઓપ્શન બંધ કરાયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ કોન્ટ્રાક્ટ અંગે નિર્ણય નહીં લેવાતા રાજ્યભરની આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાનું બંધ કરી દેવાયું હતું.

પરંતુ બાદમાં વાહન વ્યવહાર વિભાગે જૂની એજન્સીનો જ કોન્ટ્રાક્ટ વધુ 6 મહિના માટે વધારી દેતા ફરી વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનું શરૂ થયું છે. જૂના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફિટ કરનાર HSRP સોલ્યુશનનો કોન્ટ્રાક્ટ 26 મેના રોજ પૂર્ણ થઈ ગયો હતો. એના સ્થાને નવી એજન્સી નિયુક્ત કરવામાં આવી ન હતી.

બીજી તરફ આરટીઓ કચેરીમાં જૂના વ્હિકલમાં નંબર પ્લેટ ફિટ કરવાની રસીદ ઈશ્યૂ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. હજારો વાહનચાલકોને નંબર પ્લેટ કોણ ફિટ કરી આપશે એ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પરંતુ તાજેતરમાં જ સરકારે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે જૂની એજન્સીનો કોન્ટ્રાક્ટ છ માસ માટે લંબાવાયો છે. હવે આણંદ આરટીઓ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લોકો હવે એચએસઆરપી ફિટ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...