તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ ?:કોવિડ નિયંત્રણો હટતા આણંદમાં હોટલ રેસ્ટોરન્ટ હાઉસફુલ, કોવિડ ગાઈડલાઈન્સના ઉડ્યા ધજાગરા

આણંદ3 મહિનો પહેલા
  • રેસ્ટોરન્ટમાં ભીડના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા

રાજ્યમાં કોવિડના સરકારી નિયંત્રણો હળવા હટતા અને હળવા થતા આણંદ જિલ્લાવાસીઓ જાણે આનંદ અને મુક્તિનો પ્રબળ અનુભવ કરતા હોય તેમ નીકળી પડયા છે.જોકે દેશ હાલ ડેલ્ટા પલ્સ કોરોના સંક્રમણના ઉંબરે ઉભો છે.ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યમાં ડેલ્ટા પ્લસ કોરોનાના દસ્તક થઈ ચુક્યા છે.આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્રએ વધુ સતર્કતા અને વિશેષ જવાબદારી કામગીરી બજાવવાની થાય છે.જોકે આણંદ હોટલ રેસ્ટોરન્ટ જ આ ડેલ્ટા પલ્સના મુખ્ય ભયસ્થાનો બની રહેશે તેવી સ્થિતિ જણાઈ રહી છે.અને નાગરિકોની બેફિકરાઇ પણ ત્રીજી લહેર માટે તેટલી જ ગણાશે.

આણંદવાસીઓ કોવિડના સરકારી નિયંત્રણો હળવા થતા જોરશોર અને ઉત્સાહમાં બેફિકરાઈ થઈ ફરવા નીકળ્યા છે.વિક એન્ડ અને અન્ય દિવસોમાં પણ હોટલ રેસ્ટોરન્ટમાં ભીડભાડના દ્રશ્યો ડર ઉપજાવે તેવા છે.સાંજ ઢળે હોટલ રેસ્ટોરન્ટ બહારનો વેઈટિંગ એરિયા પણ હાઉસફૂલ થઈ જાય છે.હોટલ રેસ્ટોરન્ટમાં પણ કર્મચારીઓ ગળે માસ્ક લટકાવી ગ્રાહકોને જમવાનું પીરસતા અને બનાવતા નજરે ચઢી રહ્યા છે.સરકારી ગાઈડલાઈન મુજબની કોરોના જાગૃતિ અને નિયમોની સરેઆમ અવહેલના અને નિષ્કાળજી આણંદની અનેક હોટલ રેસ્ટોરન્ટમાં પ્રદર્શિત થઈ રહી છે.

સરકારી તંત્ર આવી બેજવાબદાર હોટલ રેસ્ટોરન્ટ અને ખાણી પીણીની જગાઓ ઉપર દરોડા અને દંડની કાર્યવાહી કરી કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરાવડાવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.જોકે કેટલી રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ સરકારી નિયમોનું પાલન કરે અને ગ્રહકોને પણ તે માટે જણાવે છે.

મહત્વનું છે કે હોટલ રેસ્ટોરન્ટ ઉધોગ કોરોના કાળમાં સરકાર પાસે નિયંત્રણો હળવા કરવા કાગારોળ મચાવી હતી.આ ઉધોગ મંદીમાંથી બેઠો થાય તે માટે સરકારે પણ સમયે સમયે સહકાર આપ્યો પરંતુ હોટલ રેસ્ટોરન્ટના માલિકો સંચાલકો સરકારની છૂટછાટનો ગેરલાભ અને દુરુપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

જાગૃત નાગરિકો આવા ફોટા અને વીડિયો ઉતારી સરકારીત તંત્રને ઢંઢોળવાની કોશિશ કરે છે પણ જાણે સરકારી તંત્ર માટે આ પરિસ્થિતિ નવી આવકનું સાધન બન્યું હોય તેમ કોઈ જ કાર્યવાહી કરતું જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે...