તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ હોસ્પિટલો સફાઈ કરાશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ -2021 હેઠળ સ્વચ્છતા ડ્રાઈવની ઝુંબેશ હેઠળ કોવિડ-19ની સ્થિતિ વચ્ચે પણ આણંદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં સફાઈની કામગીરી હાથ ધરાશે. ત્યારે સ્વસ્છતા ઝુંબેશ હેઠળ જનજાગૃતિના ભાગરૂપે શહેરના વોર્ડ વિસ્તારોમાં જુદા-જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

આણંદ નગર પાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે,સ્વસ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-2021 હેઠળ શહેરના વોર્ડ વિસ્તારોમાં પણ સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે મુછબ આણંદ પાલિકા હોસ્પિટલ સહિત શહેરની અન્ય હોસ્પિટલમાં પણ સફાઈ કરાશે.તેમજ સફાઈ રાખવા બાબતે જરૂરી સુચનાઓ પણ આપવામાં આવનાર છે. જો કે,આણંદ નગર પાલિકા દ્વારા ટીમો પણ બનાવવામાં આવી છે. વધુ માહિતી મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં સાફ સફાઈ નહીં હાથ ધરવામાં આવતી હોવાનું પણ ફરીયાદોનો પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...