પંચામૃત કાર્યક્રમ:આણંદના લાંભવેલ ખાતે રામાનંદી વૈષ્ણવ સમાજના સમારોહમાં ગૌરવવંતા લોકોનું વિશેષ સન્માન કરાયું

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી રામાનંદી વૈષ્ણવ સમાજ આણંદનો પંચામૃત સમારોહ કાર્યક્રમ આણંદ પાસેના લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. જેમા વિદ્યાનગરની વી.પી. સાયન્સ કોલેજ આચાર્ય પિયુષભાઈ લશ્કરી મુખ્ય મહેમાન પદે હતા. આ કાર્યક્રમમાં સમાજના ગૌરવંતા લોકોનુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન, શૈક્ષણિક ઈનામ વિતરણ, સેવા નિવૃત્તિ અને દાંપત્યજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર શ્રેષ્ઠીઓનો ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભવોએ શ્રી રામચંદ્રજીના ગાન સાથે દીપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે હાજર મુખ્ય મહેમાન પિયુભાઈ લશ્કરીએ જણાવ્યું હતું કે, સમાજથી કોઈ મોટું નથી, જીવનસાથીની પસંદગી સમાજના જ યુવકો, યુવતીઓની પસંદગી કરવી. જેથી તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. ખોટા લોભ, મોહમાં આવી સમાજ બહાર લગ્ન કરવા હિતાવહ નથી. આ સમય સુરતના કથક ગુરુ પ્રતિભાબેન આચાર્યએ પણ સમાજના યુવાનોને શીખ આપી હતી. આ સમારોહમાં ડેન્ટલ સર્જન ડો.રાજેશ સાધુ, વડોદરાના એમડી ડો.રાજેશ રામાનુજ, રાજકોટ રામનંદી સમાજના પ્રમુખ વિનોદ કુબાવત, દાંડી કમળાદેવી મંદિરના સ્થાપક હર્ષદ લશ્કરી, ગાંધીનગરના સામાજિક કાર્યકર અંજનાબેન નિમાવત, ઓર્થો સર્જન ડો. હસમુખ કુબાવત, મધુસુદનભાઈ રણોલીવાળા, આણંદ રામાનંદી સમાજના પ્રમુખ ગીરીશ વૈષ્ણવ (મહેમદાવાદ), મંડળના સલાહકાર વિનોદ મહંત (બાકરોલ), ઉપપ્રમુખ નટુભાઈ વૈષ્ણવ, મહામંત્રી શૈલેષ સાધુ, રઘુવીર રામાનુજ, ઘનશ્યામભાઈ સાધુ, કરણ સાધુ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજની સાથે રહેવાની પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં ખેડા, આણંદ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતી બંધુઓ હાજર રહ્યા
આ સમારોહનું સ્વાગત પ્રવચન ગીરીશ વૈષ્ણવે કર્યું, જ્યારે સમાજના ઉપપ્રમુખ હરિકૃષ્ણ આચાર્ય, રશ્મિકાંત મહંત, તંત્રી ડો.આર.આર.આચર્ય, ચંદ્રકાંત અગ્રાવત (વિદ્યાનગર), ડો.અનિલ સાધુ, પ્રચારક મંત્રી રાજુ મહંત, સહ પ્રચારક મંત્રી અલ્પેશ મહંત, બાલકદાસ રામાનુજ અને મેરેજ બ્યુરોના કન્વિનર જીગ્નેશ દિવાકર સહિત ખેડા, આણંદ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતી બંધુઓ હાજર રહ્યા હતા.

ધોરણ 10મા 99.32% મેળવી રાજ્યમાં ઝળકેલી ખુશી રામાવતનુ પણ સન્માન થયું
આ સમારોહમાં મંડળના આજીવન સભ્ય નિલેશ રામાવત (અમદાવાદ)ની દીકરી ખુશી રામાવત એ ધોરણ 10મા 99.32% મેળવી રાજ્યમાં ઝળકી છે. આથી તેનુ પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ આ દીકરીને મોમેન્ટ આપી સન્માનિત કરી હતી અને દીકરીના ઉજ્જવળ કારકિર્દી માટે પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...