તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી-ધુળેટી:આણંદ જિલ્લામાં હોળીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઈ, ધુળેટીની મોજમાં કોરોનાનું નડતર

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારી ગાઇડલાઇનને લઈને મોટા કાર્યક્રમો મોકુફ રખાયા
 • વિવિધ વિસ્તારોમાંમાં નાના પાયે ધુળેટીની ઉજવણી થઈ
 • ઉમરેઠના ચોકસી બજારમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

હૈયાના ઉમંગ અને યુવાનોમાં તરવડાટની ભરતીથી ઉભરાતો હોળી ધુળેટીનો ઉત્સવની આણંદ શહેર સહિત જિલ્લામાં આજે હોળી પર્વની શ્રદ્વાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ યુવા મંડળો દ્વારા સવારથી લાકડાં, હોળૈયા દ્વારા હોળી ગોઠવવામાં આવી હતી. પરંપરાગત હોળિકાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોકત રીતે હોળી પ્રજવલ્લિત કરવામાં આવી હતી. આણંદમાં વિવિધ સોસાયટી વિસ્તારોમાં, બસ સ્ટેન્ડ સામે બેઠક મંદિર સહિતના સ્થળોએ શ્રદ્વાભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આણંદ વિધાનગરમાં યુવાનો અને બાળકોમાં પણ હર્ષોલ્લાસ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવાયો હતો. કોરોનાના વધતા સંક્રમણ અને સરકારી ફરમાનને લઈ મોટા કાર્યક્રમો મોકુફ રહ્યા હતા. જોકે, કોરોનાની મહામારીનો ડર હડસેલી પોળ, સોસાયટી અને ફ્લેટસમાં યુવાનો અને બાળકોમાં ધુળેટી પર્વની ધૂમ મચી હતી. રંગો અને પિચકારી લઈ સૌ ધુળેટીના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા.

હોળી પ્રાગટ્યા સાથે મહિલાઓ દ્વારા હોળીની પ્રદિક્ષણા ફરવા સાથે પાણીની ધાર કરવામાં આવી હતી. શ્રીફળ, ધાણી,ખજૂર, સીંગ, ચણા સહિતના ધાન્ય હોળીમાં અર્પણ કરવામાં આવ્યા હતા. સૌએ ભાવપૂર્વક પૂજાઅર્ચના કરીને કોરોના મહામારીમાંથી સૌને વહેલી તકે રાહત મળે, સૌનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ઉમરેઠના ચોકસી બજારમાં લાકડાંના બદલે છાણાં સહિત પર્યાવરણને નુકસાન ન થાય તેવી સામગ્રીના ઉપયોગથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. આ અંગે ભૂષણ બાવાવાળાએ જણાવ્યું હતું કે, છાણાં, નવગ્રહ ઔષધિઓ, કપૂર, ગુગળ, હવન સામગ્રી, ઘાસના પૂળા, સાત પ્રકારના ધાન, ગાયના ધીનો ઉપયોગ કરીને સનાતન વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પ્રથાને સૌ દ્વારા અનુસરવામાં આવે તો પર્યાવરણના જતન સાથે લાકડાંનો ઓછો ઉપયોગ થાય. આણંદમાં ચોપાટો યુવક મંડળ દ્વારા યુવકો, વડીલોની ઉપસ્થિતિમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાકડાંની તૈયાર કરાયેલ હોળીનો ચોમેર રંગોળી પૂરવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાનુસાર સૌ પૂજામાં જોડાયા હતા. ત્યારબાદ હોળી પ્રજવલ્લિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો