આયોજન:રાષ્ટ્રીય અેકતા માટે હિન્દી ભાષા અનિવાર્યઃ ડો.મદનમોહન શર્મા, પી.જી.આર્ટસ કોલેજમાં હિન્દી ભાષા પર વેબિનાર યોજાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ પી.જી.સ્ટડીઝ ઈન આર્ટસના હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસ અંતર્ગત હિન્દી ભાષા ગૌરવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિવક્તા તરીકે એસ.પી. યુનિ. અનુસ્નાતક હિન્દી વિભાગના પ્રો.ડો.મદનમોહન શર્માજીએ ભારતીય ભાષાઓના સંદર્ભમાં, હિન્દી ભાષાના ઉદ્ભવ-વિકાસની ભૂમિકા બાંધી, હિન્દી ભાષાની સહજતા, સમૃદ્ઘિ, વિશેષતાઓ, પડકારો વિશે વાત કરી હતી. અને હિન્દી રાજભાષામાંથી રાષ્ટ્રભાષા બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યા ડો. અનુ મહેતાએ વક્તાઓને પરિચય આપીને પોતાની સ્વરચિત કવિતાના પઠન દ્વારા, પ્રચાર-પ્રસારના સંબંધમાં હિન્દી ભાષાનું ગૌરવ કર્યું હતું. જ્યારે અધ્યક્ષસ્થાનેથી માનદ્ નિયામક ડો.આર.પી.પટેલે રાષ્ટ્રની આઝાદીનાં આંદોલનોમાં જનભાષો તરીકે હિન્દી ભાષાનું યોગદાન વર્ણવીને રાષ્ટ્રની એકતા અખંડિતતા માટે હિન્દી ભાષાને વ્યવહારભાષા તરીકે અનિવાર્ય ગણાવી હતી.અંતમાં હિન્દી વિષયના વિદ્યાર્થી જૈમિન સોલંકીએ હિન્દી ભાષા વિશે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...