આણંદમાં અમીછાંટણા:શહેર અને આસપાસના વિસ્તારોમાં જાહેરમાર્ગો ભીંજાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા

આણંદના વાતાવરણમાં પલટો આવ્યો છે.ભારે ગરમી અને બફારા બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે.પ્રજાજનોમાં આ વાતાવરણે ઉલ્લાસનું વાતાવરણ સર્જ્યું છે.આકાશમાં સૂરજને ઢાંકતા કાળા વાદળો પૃથ્વી ઉપર વરસતા જ જાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

આણંદમાં મેઘ મહેર થતા એક સામાન્ય વરસાદી ઝાપટાએ શહેર અને આસપાસના વિસ્તારોમાં વ્યક્તિ અને જાહેર માર્ગો પણ ભીંજયા છે.શહેરમાં ઠેર ઠેર પડેલા વરસાદી ઝાપટાને કારણે નાનાં મોટાં ખાબોચિયા વરસાદના અગામનનું પ્રતિબિંબ બનતા જોવાઈ રહ્યા છે.

લોકો પ્રથમ વરસાદનો આનંદ ઉઠાવતા દેખાયા
​​​​​​​
વરસાદના આગમનને પગલે અસહ્ય ગરમીથી પીડિત નગરજનોમાં સ્ફૂર્તિ અને આનંદ પ્રસરી રહ્યો છે.વરસાદને વધાવવા નગરજનો ખુશ હોય તેમ ઘણી જગાએ યુવાનો જાહેર માર્ગો ઉપર ફરવા જતા જોવાયા હતા.જોકે આજે રવિવાર હોઈ જાહેર બજારો બંધ રહેતા હોય છે.જેથી આ ઓચિંતા વરસી રહેલ કોઈ વ્યાપરીઓને નુકશાન કર્યું નથી.

આગામી 20 જૂન બાદ ચોમાસુ સક્રિય બનશે
​​​​​​​આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આણંદ -ખેડા જિલ્લામાં હાલમાં પ્રિ-મોન્સુન એકટીવીટી સક્રિય બન્યું છે.જેના કારણે આગામી ત્રણ ચાર દિવસ સુધી સામાન્ય વરસાદી છાંટા પડશે. જો કે હાલમાં દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ પ્રવેશવાની સંભાવના છે.ત્યારે આગામી એક સપ્તાહ સુધીમાં ચરોતરમાં ચોમાસાનું આગમન થશે.જો કે આ વખતે જૂન માસમાં સામાન્ય વરસાદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...