નિમણૂંક:ઉચ્ચતર માધ્ય. શાળાઓમાં 223 શિક્ષકોની નિમણૂંક

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જરૂર પડે શિક્ષકોની ભરતી કરાશે

મુખ્યમંત્રી વિજયરૂપાણીની અધ્યક્ષતામાં રાજયની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે 2938 શિક્ષકોની ફેસલેસ અને ઇન્ટરવ્યુ સિવાય માત્ર મેરીટ આધારે શિક્ષકોના નિમણુક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આર.જી.ગોહિલના હસ્તે આણંદ જિલ્લાની કુલ 243 શાળાઓ પૈકી 110 શાળાઓમાં 223 શિક્ષક ભાઈ બહેનોની નિમણુક કરવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જિલ્લામાં નવી નિમણુંક પામનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, હવે સમય બદલાયો છે તેની સાથે સાથે આધુનિક સુવિધાઓ પણ વધી છે ત્યારે એક શિક્ષક તરીકે આપણી જવાબદારી બની રહી છે કે તમામ વિધાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી ભાવનાથી ભાવિ પેઢીને તૈયાર કરવા તથા જિલ્લાનું નામ અગ્રેસર થાય તેવા પ્રયાસો કરવા જોઈઅે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા નિમણુંક પત્રો અર્પણ કરવાના કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર પી.સી.ઠાકોર, શિક્ષણ નિયામક મહેશ મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી જી.ડી. પટેલ તેમજ અધિકારીઓ અને નિમણૂંક પામનાર શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...