તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • High Demand For Groundnut In China Led To The Export Of 600,000 Tonnes Of Groundnut Oil, With India Ranked First In The World In Terms Of Groundnut Cultivation And Second In Terms Of Production.

ખેતીની વાત:ચીનમાં મગફળીની ઊંચી માંગના લીધે છ લાખ ટન સિંગતેલની નિકાસ થઇ, વિશ્વમાં ભારત મગફળીના વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજા સ્થાને

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન - Divya Bhaskar
આણંદ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન
  • ગયા વર્ષે પૂરના કારણે પાડોશી દેશોમાં મગફળીનું ઉત્‍પાદન ઓછું થતાં ભારતમાંથી સિંગતેલની નિકાસ વધી
  • આણંદની કૃષિ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં વિગતો બહાર આવી

વિશ્વમાં ભારત મગફળીના વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજા સ્‍થાને છે. મગફળી એ ભારતમાં તેલીબિયાંનો એક મહત્‍વપૂર્ણ પાક છે. જે વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજા સ્‍થાને છે. ચીનમાં મગફળીની ઊંચી માંગના લીધે છ લાખ ટન સિંગતેલની નિકાસ થઇ હતી. એપ્રિલ-2020થી ફેબ્રુઆરી-2021 દરમિયાન મગફળી સિંગતેલની નિકાસ 5.89 લાખ ટન થઇ છે. ગત વર્ષે પૂરના કારણે પાડોશી દેશોમાં મગફળીનું ઉત્‍પાદન ઓછું થયું હોવાના કારણે ભારતમાંથી મગફળી તેલની નિકાસ વધી છે. જ્યારે આયાત 2018-19માં 1.08 હજાર ટનની હતી, જે 2019-20માં 1.95 હજાર ટન થવા પામી હતી. વર્ષ 2019-20માં નાફેડે કુલ પાંચ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. જેમાં ગુજરાતમાંથી 3.72 લાખ ટન, રાજસ્‍થાનમાંથી 1.44 લાખ ટન અને આંધપ્રદેશમાંથી 16,600 ટન ટેકાના ભાવે રૂા. 5090 પ્રતિ કિવન્‍ટલમાં ખરીદી કરી હતી. ભારતમાં મગફળીનું ઉત્‍પાદન ઓકટોબર-નવેમ્‍બરમાં આવે છે. વર્ષ 2019-20માં મગફળીના ઉત્‍પાદનમાં ચીન 170.09 લાખ ટન સાથે પ્રથમ હતું. જયારે ભારત 91.97 લાખ ટન સ્‍થાને બીજા સ્‍થાને, જ્યારે અમેરીકા 32.81 લાખ ટન, નાઇજીરિયા 24.20 લાખ ટન અને સુદાન 16.41 લાખ ટન સ્‍થાન ધરાવે છે. આ માહિતી આણંદની કૃષિ યુનિવર્સિટીના સેન્‍ટર ઓફ એગ્રીકલ્‍ચરલ માર્કેટ ઇન્‍ટેલીજન્‍સના હેપ કાસ્‍ટ પ્રોજેકટ દ્વારા કરેલા અભ્યાસમાં સામે આવી છે.

ભારતમાં વર્ષ 2020-21માં મગફળીનું વાવેતર 50.89 લાખ હેકટરમાં નોંધાયું હતું અને ઉત્‍પાદન અંદાજે 101.46 લાખ ટન થયું હતું. જે ગત વર્ષ 2019-20માં 99.52 લાખ ટન હતું. જ્યારે નિકાસ 2018-19માં 4.89 લાખ ટનથી વધીને 2019-20માં 6.64 લાખ ટન થઇ છે.

રાજ્યમાં વર્ષ 2020-21 દરમિયાન મગફળીનું વાવેતર આશરે 21.59 લાખ હેકટર નોંધાયું
​​​​​​​ગુજરાતમાં વર્ષ 2020-21 દરમિયાન મગફળીનું વાવેતર વિસ્‍તાર આશરે 21.59 લાખ હેકટર નોંધાયું છે. જે ગત વર્ષ 2019-20માં 16.88 લાખ હેકટર રહ્યું હતું. તેમજ ઉત્‍પાદન અંદાજે 41.20 લાખ ટન નોંધાવા પામ્‍યું હતું. જે ગત વર્ષ 2019-20માં 46.45 લાખ ટન હતું.

ભારત વિશ્વમાં પામ તેલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. ભારત સરકારે ક્રૂડ પામ ઓઇલ પરનો કરવેરો 24.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો હતો. પરંતુ અલગથી કરવેરા તરીકે 17.5 ટકા સેસ લાગુ કર્યો છે. આ સેસનો ઉપયોગ કૃષિ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને અન્‍ય વિકાસ ખર્ચમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રતિબંધોની ભારતમાં મગફળીની પાક પર સકારાત્‍મક અસર પડશે.

ગુજરાતમાં મગફળીનો ભાવ ઓકટોબર-નવેમ્‍બર-2019માં રૂા. 943 પ્રતિ મણથી વધીને ઓકટોબર-નવેમ્‍બર-2020માં રૂા. 977 પ્રતિ મણ થયો હતો. હાલ મે-2021 દરમિયાન મગફળીનો ભાવ ગુજરાતના બજારોમાં રૂા. 1131 પ્રતિ મણ છે.

આ વર્ષે મગફળીનો ભાવ રૂા. 980થી 1090 પ્રતિ મણ રહેવાની સંભાવના ​​​​​​​
​​​​​​​ઉકત ઉત્‍પાદન, આંતરરાષ્‍ટ્રીય બજારમાં માંગ અને સ્‍થાનિક બજારોની વિગતોને ધ્‍યાનમાં લઇને સેન્‍ટર ઓફ એગ્રીકલ્‍ચરલ માર્કેટીંગ ઇન્‍ટેલીજન્‍સ નાહેપ-કાસ્‍ટ, પ્રોજેકટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે સંશોધન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેના તારણ પરથી અનુમાન કરવામાં આવ્‍યું છે કે, ઓકટોબર-નવેમ્‍બર-2021માં મગફળીનો ભાવ રૂા. 980થી 1090 પ્રતિ મણ (રૂા. 4900થી રૂા. 5450 પ્રતિ કિવન્‍ટલ) રહેવાની સંભાવના હોવાનું સેન્‍ટર ઓફ એગ્રીકલ્‍ચરલ માર્કેટ ઇન્‍ટેલીજન્‍સ, નાહેપ કાસ્‍ટ પ્રોજકેટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...