સુનાવણી:હાઇકોર્ટ ખફા : સિવિલ હોસ્પિટલનું કામ સત્વરે શરૂ કરી રિપોર્ટ કરો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી સહિતની કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો હતો
  • 4 માસમાં તમામ પ્લાન સાથે કામ પૂર્ણ કરવાની એફિડેવિટ 10 જુલાઇ સુધી રજૂ કરવા અાદેશ

આ​​​​​ણંદની સિવિલ હોસ્પિટલના પ્રશ્ને બુધવારે થયેલી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટમાં આણંદ વહીવટીતંત્રે જમીન ફાળવી દીધી છે, દિવાળી પહેલા કામ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. જેથી હાઇકોર્ટના જજે આણંદ જિલ્લા વહીવટીતંત્રને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક કામ શરૂ કરી દો, આગામી 7મી જુલાઇ 2023 કેટલું કામ થયું અને કેવી રીતે આગળ કામ કરશો તે અંગે એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. ત્યાં સુધી કેસ પેન્ડીંગ રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં આણંદ સિવિલ હોસ્પિટલના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી.ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી સહિતની કામગીરી અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. પરંતુ અરજદાર વકીલે રજૂઆત કરી હતી કે દર વખતે જમીન ફાળવણી અને પ્લાનની વાતો કરીને પાછળ જમીન બાબતે વિરોધ જે તેમ કહીને કામ અટકાવી દેવામાં આવે છે. જેથી હાઇકોર્ટ વહીવટી તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી. દર્શાવેલ જમીન પર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવા આદેશ કર્યો હતો.

તેમજ ચાર માસ સિવિલ હોસ્પિટલ બનાવવાની કામગીરી કેટલુ ંકામ થયુ ંછે. કંઇ રીતે કામ ચાલી રહ્યું છે .તેની એફિડેવિટ આગામી 10મી જુલાઇ 2023 રોજ હાઇકોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. જેના પગલે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટુંક સમયમાં વેટરનરી કોલેજના જર્જરીત કર્વાટર વાળી જગ્યાએ સિવિલની કામગીરી હાથ ધરવામાં આવશે. જે માટે તંત્રએ તાત્કાલિક તૈયારી આરંભી દીધી છે.

માર્ચમાં ટેન્ડર બહાર પાડવાનું આયોજન
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની કામગીરી શરૂ કરવા જમીન સમથળ બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. તેમજ વેલ્યુએશન પણ કરાયું છે. આણંદમાં જીલ્લા કક્ષાની નવી હોસ્પિટલ બનાવવા માર્ચ-2023માં ટેન્ડર બહાર પાડવાનુ આયોજન પી.આઇ.યુ.ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ નવીન સિવિલ હોસ્પિટલ એલોપેથીની સારવાર માટે 288 બેડ તથા આયુર્વેદીક સારવાર માટે 50 બેડ સહિતની અતિ આધુનિક હોસ્પિટલ હશે. વર્ષ 2025 સુધીમાં આણંદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત બનશે.

આણંદ વહીવટી તંત્રના સિવિલ અંગેના દાવા

  • સિવિલ હોસ્પિટલઅંગે 7 વખત જગ્યા બદલી
  • 2018માં સિવિલ હોસ્પિટલ વ્યાયમશાળામાં બનશે
  • 2019 શરૂઆત નાવલીના ચરામાં તત્કાલિન શિક્ષણમંત્રી સિવિલનું ખાતમુહૂર્ત કર્યું એક ઇંટના ચોટી
  • 2019 પુન: જગ્યા પસંગીનો ખેલ નાયબ મુખ્યમંત્રીએ વ્યાયમ શાળા, હાડગુડ વાલ્મી સહિત જગ્યાનું નીરિક્ષણ કર્યું
  • 2021માં પુન: વ્યાયામ શાળામાં સિવિલ બનાવવાનું નક્કી થયું
  • 2023માં જગ્યા બદલીને વેટનરી કોલેજના જર્જરીત કર્વાટર વાળી જગ્યાએ સિવિલ માટે ફાળવી
અન્ય સમાચારો પણ છે...