હર્બલ કલર ખરીદી:ધૂળેટી પર્વમાં હર્બલ કલરનો ક્રેઝ વધ્યો આણંદમાં 100 ટન વેચાણનો અંદાજ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ કલરથી ચામડી,વાળ, આંખોને થતુ નુકશાન
  • હર્બલ કલર પ્રાકૃતિક હોવાથી તેની કોઇ આડઅસર થતી નથી

હોળી અને ધૂળેટી પર્વનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે આણંદ શહેરમાં હર્બલ રંગ ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. જો કે લોકોમાં એક પ્રકારનો ભય હોય છે કે કેમિકલ કલરથી ચામડી,વાળ અને આંખને નુકશાન થતું હોય છે.જેના લીધે હર્બલ અને ફુલોમાંથી બનતાં કલર પ્રાકૃતિક હોવાથી તેની કોઇ આડઅસર થતી નહીં હોવાથી ઠેરઠેર દુકાનોમાં હર્બલ કલરનું આગમન થઈ ગયુ છે. ચાલુ વર્ષે આણંદ શહેરમાં 100 ટન ઉપરાંત હર્બલ કલરનું વેચાણ થવાનું વેપારીઓએ અનુમાન લગાવી દીધુ છે.જો કે આણંદ શહેરમાં હર્બલ કલર યુપીથી મોટી સંખ્યામાં ઠલવાઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હોળી તહેવાર પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે ધૂળેટી પર્વને આવકાર માટે નવયુવાનો સહિત નગરજનોએ તહેવારની ઉજવણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. ધુળેટી રમવા માટે જુદા જુદા કલરનું વેચાણ કરતી હાટડીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે.પરંતુ બજારમા નગરજનો કેમિકલ કલરને બદલે હર્બલ કલર ખરીદી શરૂ કરી દીધી છે.

જો કે હર્બલ કલરથી આંખમા અને ગળામાં નુકશાન થતું નથી. તેમજ ચામડીને કોઇ આળઅસર થતી નથી. બજારમાં અત્યારે હર્બલ કલર 400 ગ્રામના રૂ.50 લેખે વેચાણ થઇ રહ્યું છે. આ અંગે કલર વેચાણ કરતાં સોનુભાઇ જણાવ્યું હતું કે આણંદ શહેરમાં હર્બલ કલર ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે.

તેમજ ગુલાલ(સાદો કલર) 100 રૂપિયે 20 કિલો વેચાણ થઇ રહ્યું છે. વધુ માહિતી મુજબ બજારમાં કેમિકલ યુકત કલરના કારણે લોકોને ચામડીને નુકશાન થતું હોય છે. એલર્જી પણ થાય છે. નગરજનોએ કેસુડો અથવા હર્બલ કે ફુલોથી બનતા કલરનો ઉપયોગ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...