તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:અગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરનો હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

રાજ્યના હવામાન વિભાગ સુત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. તેમજ દક્ષિણ પાકિસ્તાની આસપાસ અપર એર સરક્યુલેશન સર્જાયું છે. આમ એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આણંદ –ખેડા સહિત સમગ્ર રાજ્યમાં અગામી બે દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જેના પગલે આણંદ જિલ્લાા કલેકટર આર.જી.ગોહિલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા તેમજ આણંદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને હેડ કવાર્ટરમાં ઉપસ્થિત રહેવાનો આદેશ આપ્યો છે. તેમજ જિલ્લાના તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમના નંબરો ચાલુ રહે તથા જે તે ફરજ પરના કર્મચારી હાજર રહે તે સુનિશ્ચિત કરી લેવા જણાવવામાં આવ્યું છે.કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફત જરૂરી સૂચનો કરવામાં આવશે.

તળાવ ખાલી હોવાથી બે કલાકમાં પાણી ઉતરી ગયા
શહેરના વહેરાઇમાતા તળાવની ક્ષમતા 700 MLT,ગોરા તળાવની 500 MLT અને લોટેશ્વર તળાવની 1100 MLTની પાણી સમાઇ શકે તેવી ક્ષમતા છે. બે કલાકમાં 7ઇચ વરસાદમાં વરસેલુ 800એમ એલ ટી પાણી તળાવમાં વહી જતાં શહેરમાંથી પાણી ઉતરી ગયા હતા.

વિજતંત્રની નિષ્ફળથા છતી થઈ: 3 વૃક્ષો પણ ધરાશાઈ થયાં
આણંદ શહેરમાં શુક્રવારે પડેલા ધોધમાર વરસાદે એમજીવીસીએલની પોલ ખુલ્લી પાડી હતી. ગણેશ ચોકડી, ગામડી રોડ વિસ્તાર સહિત શહેરના કેટલીક સોસાયટીઓ પાસે કેબલ ફોલ્ટ,વીજપોલ પડવાથી લાઈટો બંધ થઈ ગઈ હતી.જેના લીધે આણંદ સરદાર અને શાસ્ત્રી ડિવિઝનમાં 101 ઉપરાંત વિજધારકોએ ફરીયાદો તંત્રને કરવામાં આવી હતી.આણંદ ફાયર બિગ્રેડના ચીફ ધમેઁશભાઈએ જણાવેલ કે આણંદ શહેરમાં વરસાદ પડવાથી અમુલ ડેરી રોડ, વિદ્યાનગર રોડ, ડો.ડો.કુરીયન રોડ પર વૃક્ષો પડી ગયા હતા.જો કે ફરીયાદો મળતા સાથે ફાયરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...