વાતાવારણમાં પલટો:ચરોતરમાં ભેજના કારણે ભારે બાફ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા જિલ્લામાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે.તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે.જયારે ભેજના ટકા 92 હોવાથી ભારે બાફ મારી રહ્યો છે.જો કે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહતમ 33 ડિગ્રી,લધુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયા છે.જયારે ભેજના ટકા 92,પવનની ગતિ 2 કિમી નોંધાઇ છે. આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...