તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતવરણ:વાદળછાયા વાતવરણ વચ્ચે ભારે બાફ

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચરોતરમાં વાદળ છાયા વાતવરણ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રી રહેતાં ભારે બફારો અનુભવાતો હતો. ચોમાસાની વિદાય થવાના પગલે ખેડૂતોએ ખેતર-વાડીઓમાં લહેરાતાં ડાંગર સહિતના મોલાતને કોઠાર-ગોદામમાં ભરવા માંડ્યા હતા. દરમિયાન શુક્રવારે સાંજના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

વીજળીના ઝબકારા થવાની સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેની અસર શનિવારે પણ વર્તાતી હતી. શનિવારે પણ વહેલી સવારથી સમગ્ર પંથકમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તો વળી કેટલી જગ્યાઅે છુટો છવાયો વરસાદ પડ્યો હતો. જો કે, મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રી પહોચ્યો હતો. જેને લઈને પંથક વાસીઆેને ભારે બાફ સહન કરવો પડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો