મેઘ મલ્હાર:આણંદ જિલ્લામાં ઘનઘોર વરસાદી માહોલ, ઉમરેઠ તાલુકામાં 2.5 ઈંચ મેઘમહેર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોજીત્રા અને તારાપુરમાં વાદળછાયા વાતાવરણમાં માત્ર 2 મિમી વરસાદ
  • ઉમરેઠમાં સાંજે 4થી 6 કલાક વચ્ચે ધુંઆધાર વરસાદ થયો

આણંદ જિલ્લામાં ગુરુવારે પૂરો દિવસ વરસાદ મય વાતાવરણ રહ્યુ હતું. દિવસ દરમિયાન મેઘરાજા ક્યાંક ઝરમર, તો ક્યારેક ઝાપટા અને ક્યાંક ધોધમાર વરસ્યા છે. જ્યારે વરસાદીને પગલે વાતાવરણની ઠંડક પ્રસરી હતી. સવારથી જ વરસાદી વાતાવરણે અનેક લોકોના કામો થંભાવ્યા તો બીજી તરફ ખેડૂતો કામદારોને લઈ કામે વળગ્યા હતા. ભાદરવો ભરપૂર હોવાની પ્રતીતિ થઈ રહી છે. ઉમરેઠમાં સાંજે 4થી 6 કલાક વચ્ચે ધુંઆધાર વરસાદ થયો હતો.

મહત્વનું છે કે, આણંદ જિલ્લાના સાંજના 6 કલાક સુધીના આંકડા મુજબ આણંદ તાલુકામાંમાં 14 મિમી, આંકલાવમાં 12 મિમી, ઉમરેઠમાં 48 મિમી, ખંભાતમાં 6 મિમી, પેટલાદમાં 7 મિમી, બોરસદમાં 7 મિમી, સોજિત્રામાં 2 મિમી અને તારાપુરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. જોકે, સાંજે 7 વાગ્યા બાદ આણંદમાં પણ વરસાદ જામ્યો છે.

મહત્વનું છે કે, જન્માષ્ટમી પૂર્વે ધરતીપુત્રો વરસાદ ખેંચતા અને ખાલી ડેમ તરફ નજર કરી સિંચાઈના પાણીની અને ખેતીની ચિંતા કરતા આંદોલનના માર્ગે ચાલ્યા હતા.જે ખેડૂતો હાલનો વરસાદી હેત જોઈ ખુશ હાલ જણાઈ રહ્યા છે.

જિલ્લામાં છેલ્લા 36 કલાકનો વરસાદગુરૂવારદિવસનો
તાલુકોસવાર સુધીવરસાદ
સોજીત્રા142
આણંદ826
આંકલાવ312
ઉમરેઠ260
તારાપુર12
પેટલાદ07
બોરસદ07
ખંભાત016

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...