તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સુન એક્ટિવિટી:આણંદ જિલ્લામાં રાત્રે વરસાદી ઝાપટું પડ્યું

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ચરોતર પંથકમાં ગુરુવારે મોડી રાત્રે વાતાવરણમાં એકા એક પલટો આવતાં આકાશમાં કાળા ડિંબાગ વાદળોની ફોજ આવી ચઢી હતી. જેને લઈને મોડી રાત્રે આણંદ, નડિયાદ અને ઉમરેઠ સહિતના તાલુકામાં હળવા વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જો કે, શુક્રવારે વાદળોના આવન-જાવન વચ્ચે તાપમાનો પારો અડધો ડિગ્રી ઉંચકાતા 37 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંથકમાં સત્તાવાર ચોમાસાના આગમને હજી 16 દિવસ બાકી છે. પરંતુ અરબી સમુદ્વમાં હાલ ચાલી રહેલી પ્રિ-મોન્સુન એક્ટિવીટીના પલગે સમગ્ર પંથકમાં અગામી 9 થી 15 જુન દરમિયાન આણંદ-ખેડા સહિત મધ્યગુજરાતમાં છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની શક્યતાઓ છે.આણંદ કૃષિ યુનિ.ના હવમાન જણાવ્યા અનુસાર શુક્રવારે મહત્તમ તાપમાનો પારો 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પારો 27.8 ડિગ્રી નોધાયાે હતો.

અન્ય સમાચારો પણ છે...