ચિમકી:વહેરાખાડીમાં ભૂમાફિયા દ્વારા આડેધડ ખોદકામ કરતાં ઉભા પાકને ભારે નુકશાન

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં ભૂમાફિયા સામે કાર્યવાહી નહીં કરાય તો મુખ્યમંત્રીને રજૂઆત કરાશે
  • માટી ભરીને જતાં ડમ્પરોને કારણે માટી ઉડતાં તમાકુ સહિત ઘઉંના પાકને થતી અસર

વહેરાખાડી ગામમાં આવેલ જમીનોમાં ભૂમાફિયાઓતંત્રની પરવાનગી વગર આડેધડ ખોદકામ કરીને આજુબાજુ વિસ્તારના ખેતરો ભારે નુકશાન કર્યું છે. ત્યારે ખેડૂતોએ આણંદ ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે. જો કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે દિવસમાં યોગ્ય કાર્યવાહી હાથધરવામાં નહીં આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વહેરાખાડી ગામે રહેતા અબ્બાસ અલી સૈયદ સહિત અન્ય રહીશો જણાવ્યું હતું કે અમારા ખેતર વિસ્તારમાં સાકીર ઉદેસિંગ વેરિયા, વેરિયા ઉદેસિંગ તથા અજાણ્યો શખ્સો દ્વારા આડેધડ રીતે માટી ખોદકામ કરીને પંચાયતની જમીનને નુકશાન કરી રહ્યાં છે.

માટી ભરીને જતાં ડમ્પરોને કારણે માટી ઉડતાં તમાકુ સહિત ઘંઉ પાકને નુકસાન થયું છે.તેમજ પંચાયતની પાણી પાઇલ લાઇન તોડી નાંખવામાં આવી છ. જો કે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી હાથનહીં ધરવામાં આવતાં આખરે આણંદ ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં બે દિવસમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં નહીં આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ખાણ ખનીજ વિભાગના સંકેત પટેલનો સંપર્ક કરવા છતાં ફોન ઉપાડયો ન હતો

અન્ય સમાચારો પણ છે...